મોટોરોલાએ 16MPનો પોપઅપ સેલ્ફી ધરાવતા તેના મિડલરેન્જ સ્માર્ટફોન ‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ને ભારતમાં જૂન મહિનામાં લોન્ચ કર્યો હતો. કંપની આજે એટલે કે સોમવારે બપોરે 12 વાગ્યે ફરી તેનો સેલ યોજશે. ગ્રાહકો ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકશે. ફોનનાં સિંગલ 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 17,499 રૂપિયા છે. લોન્ચિંગ સમયે તેની કિંમત 16,999 રૂપિયા હતી. ફોનમાં 16MPનો પોપ અપ સેલ્ફી કેમેરા અને 64MP પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કિંમત અને ઓફર
ફોનનાં સિંગલ 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 17,499 રૂપિયા છે. ફોનની ખરીદી ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે. એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ ધારકોને 5%નું ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને કંપની 5% કેશબેક ઓફર પણ આપી રહી છે. સાથે જ ‘નો કોસ્ટ EMI’ સહિત અનેક ઓફર ઉપલબ્ધ છે.
‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ની ખાસિયતો
- સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા છે.
- ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 128GBનું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 1 TB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
- તેમાં સાઈડ માઉન્ટેડ ગૂગલ ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઈફાઈ 802.11ac. બ્લુટૂથ 5.0, GPS, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.5 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ 1080x2340 પિક્સલ |
| OS | એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G |
|
રિઅર કેમેરા |
64MP + 8MP + 5 MP + 2 MP |
|
ફ્રન્ટ કેમેરા |
16MP પોપઅપ |
|
રેમ |
6GB |
|
સ્ટોરેજ |
128GB |
| બેટરી | 5000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
| વજન | 210 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BdHFMw
No comments:
Post a Comment