Monday, 6 July 2020

સ્વદેશી એપ ‘રોપોસો’ની ડિમાન્ડ વધી, ટિકટોક બેન થયાના 2 દિવસમાં જ એપને 2 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા

સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લાદતા જ દેશમાં ચાઈનીઝ એપ્સના સ્વદેશી વિકલ્પોની માગ વધી છે. ખાસ કરીને લોકો ટિકટોકના સ્વદેશી ઓપ્શનની ડિમાન્ડ કરી રહ્યા છે. તેનો લાભ સ્વદેશી ટિકટોક કહી શકાય તેવી ‘રોપોસો’ એપને મળ્યો છે. મીડિયા રિપોરટ્સ પ્રમાણે, ટિકટોક બેન થયાના 2 દિવસમાં જ તેને 2 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે.

કંપનીના CEO અને કો-ફાઉન્ડર મયંકે આપેલા એક ઈન્ટરવ્યૂપ્રમાણે, ‘રોપોસો’ એપને અગાઉ દિવસના 7 લાખ ડાઉનલોડ્સ મળતા હતા ટિકટોક બેન થયા બાદ એપને હવે પ્રતિ કલાકે 6 લાખ ડાઉનલોડ્સ મળે છે. ટિકટોક બેન થયાના 2 દિવસમાં જ એપને નવા 2 કરોડથી ડાઉનલોડ્સ મળ્યા હતા.

હાલ ‘રોપોસો’ એપને પ્લે સ્ટોર પર 5 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. એપ સોશિયલ કેટેગરીમાં પ્રથમ સ્થાને છે. 19MBની આ એપને પ્લે સ્ટોર પર 4.3 સ્ટાર રેટિંગ મળ્યું છે. એપને ગુરુગ્રામની એક સ્ટાર્ટ અપ કંપનીએ લોન્ચ કરી છે. એપ નવેમ્બર 2014થી પ્લેસ્ટોર પર અવેલેબલ છે, પંરતુ હાલ ટિકટોક બેન થતાં સ્વદેશી શોર્ટ વીડિયો એપ ‘રોપોસો’ એકાએક લાઈમલાઈટ આવી છે.

રોપોસો એપનાં ફીચર્સ

  • આ સ્વદેશી એપ પણ ટિકટોકની જેમ શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે.
  • તેમાં યુઝર્સ વિવિધ જાતના શોર્ટ વીડિયો બનાવી શેર કરી શકે છે.
  • આ એપ યુઝર્સ માટે એટલા માટે મહત્ત્વની બની જાય છે કારણ કે ટિકટોકની જેમ તેમાં પણ રીવોર્ડ મળે છે.
  • એપ હિન્દી, ગુજરાતી, મરાઠી સહિત 12 ભાષા સપોર્ટ કરે છે.
  • તેમાં ફિલ્ટર અને ઈફેક્ટ ફીચરની મદદથી યુઝર્સ ઈનોવેટિવ વીડિયો બનાવી શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Demand for indigenous app 'Roposo' has increased, the app has received more than 20 million downloads in just 2 days after Tiktok was banned.


from Divya Bhaskar https://ift.tt/3iD7dUq

No comments:

Post a Comment