મોટોરોલાએ તેનો પોપઅપ સેલ્ફી ધરાવતો મિડલ રેન્જ સ્માર્ટફોન ‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ જૂન મહિનામાં ભારતમાં લોન્ચ કર્યો હતો. આજે એટલે કે સોમવારે તેનો બીજો સેલ યોજાશે. ગ્રાહકો ફ્લિપકાર્ટ પરથી બપોરે 12 વાગ્યાથી તેની ખરીદી કરી શકશે. ફોનનાં સિંગલ 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. ફોનમાં 16MPનો પોપ અપ સેલ્ફી કેમેરા અને 64MP પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કિંમત અને ઓફર
ફોનનાં સિંગલ 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. ફોનની ખરીદી ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે. એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ ધારકોને 5%નું ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને કંપની 5% કેશબેક ઓફર પણ આપી રહી છે. સાથે જ ‘નો કોસ્ટ EMI’ સહિત અનેક ઓફર અવેલેબલ છે.
‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ની ખાસ વાતો
- સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા છે.
- ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 128GBનું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 1 TB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
- તેમાં સાઈડ માઉન્ટેડ ગૂગલ ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઈફાઈ 802.11ac. બ્લુટૂથ 5.0, GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.5 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ 1080x2340 પિક્સલ |
| OS | એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G |
|
રિઅર કેમેરા |
64MP + 8MP + 5 MP + 2 MP |
|
ફ્રન્ટ કેમેરા |
16MP પોપઅપ |
|
રેમ |
6GB |
|
સ્ટોરેજ |
128GB |
| બેટરી | 5000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
| વજન | 210 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38wVLVK
No comments:
Post a Comment