સ્નેપચેટ બનાવનાર અમેરિકાની કંપની સ્નેપ ઈંકે ભારતમાં તેના 2 સ્માર્ટસનગ્લાસ ‘સ્પેક્ટેકલ્સ 2’ અને ‘સ્પેક્ટેકલ્સ 3’ લોન્ચ કર્યાં છે. ‘સ્પેક્ટેકલ્સ 2’ની કિંમત 14,999 રૂપિયા અને ‘સ્પેક્ટેકલ્સ 3’ની કિંમત 29,999 રૂપિયા છે. ગ્રાહકો કંપનીની ડેડિકેટેડ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકશે.
આ સ્માર્ટ સનગ્લાસની ખાસિયત એ છે કે તેમાં એક બિલ્ટ ઈન કેમેરા છે. આ કેમેરાથી યુઝર ફોટો અને વીડિયો કેપ્ચર કરી ડાયરેક્ટ તેનાં સ્નેપચેટ અકાઉન્ટ પર અપલોડ કરી શકે છે. યુઝર એપનાં માધ્યમથી આ ડેટા સિન્ક કરી શકશે.
‘સ્પેક્ટેકલ્સ 2’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ સ્માર્ટસનગ્લાસમાં ડ્યુઅલ માઈક્રોફોન અને ડ્યુઅલ કેમેરા છે. તે 150 ડિગ્રી વ્યૂની ફોટો અને વીડિયોગ્રાફી કરી શકે છે.
- સનગ્લાસનું વજન 45.4 ગ્રામ છે અને તે 4GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ ધરાવે છે. તેની મદદથી યુઝર્સ 150 વીડિયો અને 3000 ફોટોસ સ્ટોર કરી શકે છે.
- સનગ્લાસમાં અટેચ કેમેરાનું રિઝોલ્યુશન 1642 x 1642 પિક્સલ છે.
- સિંગલ ચાર્જમાં તે 70 વીડિયો શૂટ કરી શકે છે.
- કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 4.0 અને વાઈફાઈની સુવિધા મળે છે.
- આ સનગ્લાસ iOS 10 અને તેની ઉપના તમામ વર્ઝન તેમજ એન્ડ્રોઈડ 4.4 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર સપોર્ટ કરે છે.
‘સ્પેક્ટેકલ્સ 3’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ સનગ્લાસમાં 4 માઈક્રોફોન અને 2 કેમેરા મળે છે.
- તેના કેમેરા 105 ડિગ્રી 2D અને 86 ડિગ્રી 3D વ્યૂ કેપ્ચર કરી શકે છે.
- તેના કેમેરા 1728 x 1728 અને 1216 x 1216 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે.
- તેમાં 4GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. તેની મદદથી 1003D વીડિયો અને 12003D ફોટો કેપ્ચર કરી શકાય છે.
- કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 અને વાઈફાઈ આપવામાં આવ્યું છે.
- સિંગલ ચાર્જ થવામાં સનગ્લાસ 75 મિનિટનો સમય લગાડે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NQqZxk
No comments:
Post a Comment