Friday, 3 July 2020

ફેસબુક તેની ટિકટોક ક્લોન એપ ‘લાસ્સો’ બંધ કરશે, 10 જૂલાઈ બાદ યુઝર્સ એપનો ઉપયોગ નહીં કરી શકે

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક તેની ટિકટોક ક્લોન એપ લાસ્સો (Lasso) બંધ કરવાની તૈયારીમાં છે. કંપનીએ આ એપને ગત વર્ષે લોન્ચ કરી હતી. કંપનીએ એપ બંધ થવા વિશે યુઝર્સને નોટિફિકેશન આપવાનું શરૂ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, 10 જૂલાઈ બાદ એપનો ઉપયોગ નહીં કરી શકાય. તેવામાં કંપનીએ યુઝર્સને એપનો ડેટા ડાઉનલોડ કરી લેવાની સલાહ આપી છે.

એપ પર 15 સેકન્ડનો વીડિયો બનાવી શકાય છે
ટિકટોકી જેમ ફેસબુકની લાસ્સો એપમાં પણ 15 સેકન્ડનો વીડિયો શૂટ કરી શકાય છે. ફેબ્રુઆરી સુધી આ એપ કોલંબિયા, મેક્સિકો, અમેરિકા, અર્જેન્ટિના, ચિલી, પેરુ, પનામા, ઈક્વાડોર, કોસ્ટા રિકા, અલ સ્લાડોર અને ઉરુગ્વેમાં ઉપલ્બધ હતી.

કંપનીએ આ વર્ષની શરૂઆતમાં જ તેમાં હિન્દી ભાષા સપોર્ટ ઉમેર્યો હતો. તેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તે ભારતમાં પણ લોન્ચ થઈ શકે છે. જોકે હવે કંપનીએ આ એપને બંધ કરવાની જાહેરાત કરી છે.

ઈન્સ્ટાગ્રામ રીલ્સ એપ લોન્ચ કરશે
ફેસબુકની માલિકીની કંપની ઈન્સ્ટાગ્રામ પણ શોર્ટ વીડિયો શેરિંગ એપ રીલ્સનાં લોન્ચિંગની તૈયારી કરી રહી છે. રીલ્સ એક વીડિયો એડિટિંગ ટૂલ છે, જે યુઝર્સને ટિકટોક જેવો જ એક્સપિરિઅન્સ આપે છે. એપના વીડિયોને યુઝર્સ સોશિયલ મીડિયા પર શેર પણ કરી શકે છે.

યુટ્યુબ પણ શોર્ટ વીડિયો શેરિંગ એપ લોન્ચ કરશે
યુટ્યુબે પણ પોતાની શોર્ટ વીડિયો શેરિંગ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કેટલાક ડિવાઈસ પર તેનું ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ વર્ષના અંત સુધીમાં કંપની તેને ગ્લોબલી લોન્ચ કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Facebook to shut down its Tiktok clone app 'Lasso', users will not be able to use the app after July 10


from Divya Bhaskar https://ift.tt/2ZzyIp8

No comments:

Post a Comment