Saturday, 18 July 2020

એમેઝોન પર એપલ ડે સેલ શરૂ, ઓછી કિંમતમાં આઈફોન, આઈપેડ અને એપલ વોચ ખરીદવાની તક, 25 જુલાઈ સુધી મળશે ડિસ્કાઉન્ટ

દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) પર એપલ ડે સેલ શરૂ થઈ ગયો છે. એમેઝોનનો આ સેલ 25 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન ગ્રાહકોને ઓનલાઈન 11 સિરિઝ અને આઈફોન 8 પ્લસ જેવા નવા અને જૂના બંને મોડેલો પર ડિસ્કાઉન્ટનો ફાયદો મળશે. તે ઉપરાંત ગ્રાહકોને એપલ, એપલ આઈ પેડ સિરિઝ અને એપલ વોચ સિરિઝ પર પણ ડિસ્કાઉન્ટ મળશે.

એમેઝોનના જણાવ્યા અનુસાર, પ્રોડક્ટ્સની સાથે ઘણી બેંક ઓફર્સ જેમ કે નો-કોસ્ટ EMI અને HDFC બેંક ડેબિટ અને ક્રેડિટની સાથે એડિશનલ ડિસ્કાઉન્ટ ગ્રાહકોને મળશે.

જાણો કયાIphone પર કેટલી છૂટ મળશે-

  • એમેઝોન એપલ ડે સેલ અંતર્ગત ગ્રાહકો આઈફોન 11ના 64GB વેરિઅન્ટને 68,300 રૂપિયાને બદલે 62,900 રૂપિયામાં ખરીદી શકે છે. એટલે ગ્રાહકોને તેમાં 5,400 રૂપિયાનાડિસ્કાઉન્ટનો લાભ મળશે.
  • આઈફોન-11 પ્રો અને આઈફોન-11 પ્રો મેક્સ પર પણ ભારે છૂટ મળશે. કિંમતના ડિસ્કાઉન્ટ અંગેની માહિતી આપવામાં આવી નથી પરંતુ ગ્રાહકોને HDFC બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
  • આઈફોન-7 સિરિઝની વાત કરીએ તો તેના પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. તેમજ ઓઈફોન-8 પ્લસ 64GBને તમે 41,500 રૂપિયામાં ખરીદી શકશો. તેની વર્તમાન કિંમત 41,900 રૂપિયા છે.

એપલ આઈપેડ સિરિઝ પર 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
એપલ ડે સેલ દરમિયાન એપલ આઈપેડ સિરિઝ પર 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેમજ એપલ વોચ સિરિઝ પર ગ્રાહક HDFC બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 1,000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકશે. તેમજ એપલ MacBook Pro પર HDFC બેંક કાર્ડ હોલ્ડર્સને 7,000 રૂપિયાનું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple Day Sale on Amazon, low-cost iPhone, iPad and Apple Watch, discounts until July 25


from Divya Bhaskar https://ift.tt/2WACLki

No comments:

Post a Comment