કોરોનાવાઈરસ મહામારીને કારણ હવે જનજીવન બદલાયું છે.તેમાં પણ હવે શૉપિંગનો ટ્રેન્ડ ઓનલાઈનનો બની રહ્યો છે. વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને લોકો તમામ ચીજવસ્તુઓ ઓનલાઈન જ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ટેક જાયન્ટ ગૂગલે ઈન્ટરેક્ટિવ વીડિયો શૉપિંગ એપ ‘Shoploop’ લોન્ચ કરી છે.
આ એપ વર્ચ્યુલી દુકાન જેવો જ શૉપિંગનો એક્સપરિઅન્સ આપશે
હાલ તમામ ઈ કોમર્સ કંપનીઓ ઓનલાઈન શૉપિંગના વધતાં જતાં વલણને ધ્યાનમાં રાખી પોતાના પ્લેટફોર્મને વધારે યુઝર ફ્રેન્ડલી બનાવી રહ્યા છે. Shoploop એપમાં ગ્રાહક કોઈ દુકાન કે મોલમાં ગયા વગર પ્રોડક્ટ્સને પારખ્યા બાદ તેની ખરીદી કરી શકશે. એપમાં યુઝર પ્રોડક્ટ રિવ્યૂ આપી શકે છે અને પ્રોડક્ટનો વર્ચ્યુઅલ ટ્રાયલ લઈ શકે છે. યુઝર પ્રોડક્ટને લઈ અન્ય યુઝર્સ સાથે વાતચીત પણ કરી શકે છે. યુઝર્સ વીડિયોની મદદથી અન્ય લોકોને શૉપિંગમાં મદદ કરી શકશે.
કંપનીએ આ એપને ગૂગલના R&D ડિવિઝન અને Area 120 નામની ઈનહાઉસ લેબ દ્વારા ડેવલપ કરી છે. હાલ તેનું મોબાઈલ વર્ઝન જ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તેને ડેસ્કટોપ વર્ઝનને પણ લોન્ચ કરવામાં આવશે. આ એપ હાલ અમેરિકા સહિતના કેટલાક દેશોમાં કાર્યરત છે.
કંપનીનો ફોકસ બ્યૂટી પ્રોડક્ટ પર
આ એપ પર હાલ ગૂગલનો ફોકસ મેકઅપ, સ્કીનકેર, હેર કેર અને નેઈલ કેર સહિતની બ્યૂટી પ્રોડક્ટ પર છે. વેબસાઈટ પર રજિસ્ટર કરાવી ગૂગલની આ એપ પર પ્રોડક્ટ્સ વેચી શકાય છે.
90 સેકન્ડ સુધીનોવીડિયો શેર કરી શકાશે
ગૂગલની આ એપમાં યુઝર્સ પ્રોડક્ટ રિવ્યૂ અને ટ્રાયલના 90 સેકન્ડ્સ સુધીના વીડિયો અપલોડ કરી શકશે. તેમાં ઘરે રહીને નેઈલ સ્ટિકર કેવી રીતે લગાવવું, વાળને કલર કેમ કરવો સહિતના અનેક વીડિયો અપલોડ કરી શકાશે અને જોઈ શકાશે. આ એપની મદદથી યુઝર્સને પ્રોડક્ટ ખરીદતા પહેલાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના રિવ્યૂની માહિતી લઈ પ્રોડક્ટની ખરીદી કરવી કે કેમ તે નિર્ણય લઈ શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/395GJXc
No comments:
Post a Comment