Tuesday, 14 July 2020

સોનીએ એક્સ્ટ્રા બાસ ધરાવતા 3 વાયરલેસ સ્પીકર લોન્ચ કર્યા, ફોનથી પણ તેને ચાર્જ કરી શકાશે

જાપાનીઝ ટેક જાયન્ટ સોનીએ ભારતમાં એક્સ્ટ્રા બાસ ધરાવતા 3 વાયરલેસ સ્પીકર લોન્ચ કર્યા છે. તેમાં SRS-XB43, SRS-XB33 અને SRS-XB23 મોડેલ સામેલ છે. SRS-XB43ની કિંમત 21,990 રૂપિયા, SRS-XB33 ની કિંમત 15,990 રૂપિયા અને SRS-XB23ની કિંમત 10,990 રૂપિયા છે. કંપનીની વેબસાઈટ પરથી 16 જુલાઈથી તેના ખરીદી કરી શકાશે. આ તમામ સ્પીકર્સ એક્સ્ટ્રા બાસ સાઉન્ડ સપોર્ટ કરે છે.

આ સ્પીકર્સમાં સોનીનું નવું X બેલેન્સ્ડ સ્પીકર યુનિટ મળશે. સ્પીકર યુઝરને હાઈ સાઉન્ડ ક્વૉલિટી અને પાવરફુલ સાઉન્ડ પ્રેશર આપે છે. સ્પીકરમાં બિલ્ટ ઈન ગૂગલ અસિસ્ટન્ટ મળે છે.

સ્પીકર્સનાં બેઝિક સ્પેસિફિકેશન

  • SRS-XB33 અને SRS-XB23 સ્પીકર્સ વોટર, ડસ્ટ અને શૉક પ્રૂફ છે. જ્યારે SRS-XB43 સ્પીકર વોટર અને ડસ્ટ પ્રૂફ છે.
  • SRS-XB43 અને SRS-XB33 મોડેલ 24 કલાકની અને SRS-XB2 મોડેલ 12 કલાકની બેટરી લાઈફ ધરાવે છે.
  • SRS-XB43 અને SRS-XB33 મોડેલમાં વધારે પાર્ટી એક્સપિરિઅન્સ માટે ફ્લેશ લાઈટ્સ પણ મળશે.
  • SRS-XB43 વેરિઅન્ટને મોબાઈલ ફોન સાથે કનેક્ટ કરી ચાર્જ કરી શકાશે. અન્ય 2 વેરિઅન્ટને મેન્યુઅલી ચાર્જ કરવાના રહેશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sony launches 3 wireless speakers with extra bass, can also be charged from a phone


from Divya Bhaskar https://ift.tt/2B2tUAo

No comments:

Post a Comment