મનુષ્ય બે આંગળીનો જ ઉપયોગ કરી ગાંઠ બાંધી શકે છે, શરીરના ચામડીના ટાંકા લઈ શકે છે અને કોઈ ડિવાઈસમાં કેબલને પ્લગ ઈન કરી શકે છે જો આવા ઝીણવટભર્યાં કામ હવે રોબોટ કરવા માંડે તો?! જી હા, અમેરિકાની MIT (મેસેચ્યુસેટ્સઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી)ની CSAIL (કમ્પ્યૂટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ લેબ)એ ટુ ફિંગર રોબોટિક ગ્રિપર તૈયાર કર્યું છે. આ રોબોટને મનુષ્યોના અંગૂઠા અને તર્જની વડે કરવામાં આવતાંકામોમાં ઉપયોગમાં લેવા માટે તૈયાર કરાયો છે.
કેબલ તેના ટાસ્ક પૂરા કરવા આપમેળે જગ્યા બદલી શકે છે
આ ગ્રિપર રોબોટમાં સોફ્ટ પેડ આવેલાં છે, જે ઈન પ્લગ કેબલ, ગાંઠ બાંધવી અને ટાંકા લેવા સહિતનાં કામ કરી શકે છે. આ રોબોટિક ગ્રિપરમાં સેન્સર લગાડવામાં આવે છે, જે તેનાં કામ માટે ફોર્સ અર્થાત બળ અને દિશા નક્કી કરે છે. તેના માટે તેમાં ‘GelSight’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગ્રિપર આપમેળે તેના ટાસ્ક પૂરાં કરવા કેબલની જગ્યા બદલી શકે છે.
આ રોબોટને MITના વિદ્યાર્થીઓ યુ શી,નેહા સુનિલ, શાઓશોંગ, શિયુઆન, અલ્બર્ટો અને એડવર્ડે મળીને તૈયાર કર્યો છે. આ રોબોટનો ઉપયોગ કપડાંની ગડી વાળવામાં, ગાંઠ બાંધવા સર્જરી પછીશરીરનાટાંકા લેવા સહિતનાં કામોમાં કરી શકાશે. આ રોબોટ બનાવવાનો હેતુ ખૂબ નાજુક કામો જે મનુષ્યો દ્વારા કરવામાં આવે છે તેના માટે ટેક્નોલોજી વિકસાવવાનો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gXDaVM
No comments:
Post a Comment