Monday, 20 July 2020

આ વર્ષે એપ્રિલથી જૂન મહિનામાં ભારતમાં સ્માર્ટફોનનાં શિપમેન્ટમાં 48%નો ઘટાડો આવ્યો: Canalys

કોરોનાવાઈરસને લીધે તમામ ઈન્ડસ્ટ્રીને અસર પડી છે. સ્માર્ટફોન માર્કેટને પણ તેના કહેરને કારણે ખોટ ગઈ છે. ટેક રિસર્ચ ફર્મ Canalysના રિપોર્ટ અનુસાર, દેશમાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ એપ્રિલથી જૂન મહિનામાં સ્માર્ટફોનનાં શિપમેન્ટમાં 48%નો ઘટાડો નોંધાયો છે.

Canalysના રિસર્ચ અનુસાર, આ વર્ષે એપ્રિલથી જૂન મહિનામાં દેશમાં 1.73 કરોડ સ્માર્ટફોનનું શિપમેન્ટ થયું છે. આ આંકડો ગત વર્ષે 3.3 કરોડનો હતો. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ મહિનામં 3.35 કરોડ સ્માર્ટફોનનું શિપમેન્ટ થયું હતું.

રિપોર્ટ પ્રમાણે શિપમેન્ટમાં શાઓમી અવ્વલ નંબરે
ચીન વિરોધના વંટોળ વચ્ચ પણ એપ્રિલથી જૂન મહિનાના સ્માર્ટફોન શિપિંગમાં ચાઈનીઝ બ્રાન્ડ શાઓમી પ્રથમ ક્રમાંકે રહી છે. 31% માર્કેટ શેર સાથે શાઓમીએ 53 લાખ સ્માર્ટફોનનું શિપમેન્ટ કર્યું છે. તો બીજા નંબરે પણ ચાઈનીઝ બ્રાન્ડ વિવોએ 21.3% માર્કેટ શેર સાથે 37 લાખ સ્માર્ટફોનનું શિપમેન્ટ કર્યું છે. સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ 29 લાખ સ્માર્ટફોનના શિપમેન્ટ સાથે ત્રીજા નંબરે છે. 22 લાખ સાથે ઓપો ચોથી અને 17 લાખ યુનિટ્સ સાથે રિઅલમી પાંચમા ક્રમાંકે છે.

Canalysનો રિપોર્ટ

એપ્રિલ મહિનામાં લોકડાઉનને કારણે સ્માર્ટફોનનું પ્રોડક્શન બંધ હોવાથી અનેક કંપનીઓ પોતાની નવી પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકી ન હતી. સાથે જ લોકડાઉનની શરૂઆતમાં ઈ કોમર્સ વેબસાઈટને ઓનલાઈન પણ સ્માર્ટફોનનાં વેચાણની મંજૂરી અપાઈ ન હતી. તેથી એપ્રિલથી જૂન મહિનામાં સ્માર્ટફોનનાં શિપમેન્ટ્સની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. સાથે જ હવે લોકોના મનમાં સ્વદેશી પ્રોડક્ટ્સ પ્રત્યેની લાગણી વધી જવાથી ચાઈનીઝ પ્રોડક્સના વિકલ્પની માગ વધી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ટેક રિસર્ચ ફર્મ Canalysના રિસર્ચ અનુસાર, આ વર્ષે એપ્રિલથી જૂન મહિનામાં દેશમાં 1.73 કરોડ સ્માર્ટફોનનું શિપમેન્ટ થયું


from Divya Bhaskar https://ift.tt/30stADz

No comments:

Post a Comment