Monday, 20 July 2020

5 ઓગસ્ટે યોજાનાર ‘ગેલેક્સી અનપેક 2020’ ઈવેન્ટમાં ‘ગેલેક્સી Z ફોલ્ડ 2’ લોન્ચ થશે, કંપનીએ વીડિયો ટીઝર રિલીઝ કર્યું

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ 5 ઓગસ્ટે ‘ગેલેક્સી અનપેક 2020’ ઈવેન્ટમાં મલ્ટિપલ પ્રોડક્ટ લોન્ચ કરશે. આ ઈવેન્ટમાં કંપનીનો ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘ગેલેક્સી Z ફોલ્ડ 2’ પણ લોન્ચ થશે. કંપનીએ ફોનનું રીપ્રેઝન્ટેટિવ વીડિયો ટીઝર લોન્ચ કર્યું છે.

આ વીડિયો ટીઝર પ્રમાણે, ફોનનું મિસ્ટિક બ્રોન્ઝ કલર વેરિઅન્ટ લોન્ચ થશે અને આ ફોલ્ડેબલ સ્માર્ટફોન હોરિઝોન્ટલી ફોલ્ડ થશે.

‘ગેલેક્સી Z ફોલ્ડ 2’નાં સ્પેસિફિકેશન

  • અત્યાર સુધીના વિવિધ લીક્સ અને મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફોનમાં 7. 7 ઈંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે. તેમાં 120Hzનો રિફ્રેશ રેટ મળશે.
  • આ ફોલ્ડેબલ ફોનમાં S પેન સપોર્ટ પણ મળશે.
  • ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળી શકે છે.
  • ફોનમાં 64MP + 12MP + 16MPનું રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
  • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે 16MPનો સિંગલ પંચહોલ કેમેરા મળી શકે છે.
  • ફોનનું 12GB + 256GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફોનની ડાબી બાજુ વોલ્યુમ અને પાવર બટન મળશે.
  • ગેલેક્સી ફોલ્ડ કરતાં આ ફોનની કિંમત ઓછી હોવાની સંભાવના છે. ‘ગેલેક્સી Z ફોલ્ડ 2’ની કિંમત 1.44 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Galaxy Z Fold 2 to launch at Galaxy Unpack 2020 event on August 5, company releases video teaser


from Divya Bhaskar https://ift.tt/2BdUS84

No comments:

Post a Comment