મોટોરોલાએ તેનો મિડલરેન્જ સ્માર્ટફોન ‘મોટોરોલા વન ફ્યુઝન’ ઈન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ ફોનને ‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ના ડાઉનગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરાયો છે. ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળે છે.
કિંમત અને ઉપલબ્ધતા
હાલ આ ફોનને ચિલી, લેટિન અમેરિકા સહિતના દેશોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચિલીમાં ફોનનાં 4GB+ 64GB વેરિઅન્ટની કિંમત CLP199,990 (આશરે 18,650 રૂપિયા) છે. કંપનીના જણાવ્યા અનુસાર, આગામી મહિને ફોનનું વેચાણ સાઉદી અરેબિયા અને યુએઈમાં શરૂ થશે. ભારતમાં ફોન ક્યારે લોન્ચ થશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
‘મોટોરોલા વન ફ્યુઝન’ની ખાસ વાતો
- સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા છે.
- ફોનમાં સાઈડ માઉન્ટેડ ગૂગલ ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઈફાઈ 802.11ac. બ્લુટૂથ 5.0, GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
- અપગ્રેડેડ વર્ઝનમાં 16MPનો પોપઅપ સેલ્ફી કેમેરા મળે છે, જ્યારે ‘મોટોરોલા વન ફ્યુઝન’માં પંચ હોલ 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
‘મોટોરોલા વન ફ્યુઝન’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.5 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ 720x1600 પિક્સલ |
| OS | એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 Soc |
|
રિઅર કેમેરા |
48MP + 8MP + 5 MP + 2 MP |
|
ફ્રન્ટ કેમેરા |
8MP |
|
રેમ |
4GB |
|
સ્ટોરેજ |
64GB |
| બેટરી | 5000mAh |
|
વજન |
202 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gofbPe
No comments:
Post a Comment