કોરોનાવાઈરસ મહામારીથી આખું વિશ્વ પીડાઈ રહ્યુ છે. તેના સામેની લડતમાં ટેક્નોલોજીએ ખૂબ મોટો રોલ નિભાવ્યો છે. વ્હોટ્સએપમાં WHO ચેટબોટ, ગૂગલ અને માઈક્રોસોફ્ટની કોરોના ડેડિકેટેડ વેબસાઈટ, ફેસબુક મેસેન્જરનું ચેટબોટ સહિતના અનેક ટેક્નિકલ પરિબળોએ મહામારી સામે લડવામાં મદદ કરી છે. આ શ્રેણીમાં હવે ફેસબુક અને ઈનસ્ટાગ્રામ યુઝર્સને માસ્ક પહેરવા માટે વારંવાર અલર્ટ આપીને યુઝર્સને સાવચેત રહેવામાં મદદ કરશે. કંપનીએ ટ્વીટ કરી આ ટૂલ વિશે માહિતી આપી છે.
With the rise in COVID-19 cases in the US, we’re putting an alert at the top of @facebookapp and @instagram to remind everyone to wear face coverings and find more prevention tips from the CDC in our COVID-19 Information Center. #WearAMaskpic.twitter.com/lD29oACjoB
— Facebook (@Facebook) July 2, 2020
ફેસબુક નવી સિસ્ટમ લોન્ચ કરશે
લોકોને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ફેસબુક અને તેની માલિકીની એપ્સ ઈન્સ્ટાગ્રામ હવે યુઝર્સને અલર્ટ આપીને માસ્ક પહેરવાની અપીલ કરશે. યુઝર્સના ફીડમાં ટોપ પર આ અપીલ જોવા મળશે. તેના માટે ફેસબુક એક નવી સિસ્ટમ લોન્ચ કરશે. તેની શરૂઆત અમેરિકાથી કરવામાં આવશે ત્યારબાદ ગ્લોબલી તેને લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ ફેસબુક કોરોનાવાઈરસને લઈ કેવી સાવચેતી રાખી શકાય તેનાથી પણ લોકોને અવગત કરશે.
ટ્વિટરે પણ માસ્ક પહેરવા અપીલ કરી
ટ્વિટરમાં ઘણા વર્ષોથી એડિટ બટન ફીચરની માગ કાયમ છે. કોરોનાવાઈરસને ધ્યાનમાં રાખી કંપનીએ ટ્વીટ કર્યું છે કે, જ્યારે તમામ લોકો માસ્ક પહેરશે ત્યારે એડિન બટન લોન્ચ થશે. ઉલ્લેખનીય છે કે ટ્વિટરમાં હાલ ટ્વીટ એડિટ કરવાનો કોઈ ઓપ્શન જ નથી.
અમેરિકામાં માસ્ક પહેરવા માટે લોકો 2 જૂથમાં વહેંચાયા
અમેરિકામાં લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવી અગત્યની છે. કારણ કે, અમેરિકામાં માસ્ક પહેરવા અંગે લોકો 2 જૂથમાં વહેચાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ માસ્ક ન પહેરવા માટે કહ્યું છે. ગત મહિને ટ્રમ્પે ઓકલાહોમામાં એક ચૂંટણી સભામાં હાજરી આપી હતી, ત્યાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર હાજર રહ્યા હતા અને ટ્રમ્પના ચૂંટણી અભિયાન સાથે સંકળાયેલા સ્ટાફના 8 લોકો કોરોના સંક્રમિત થયા હતા.
covid19india.org વેબસાઈટ અનુસાર, દેશમાં કોરોનાવાઈરસનો આંકડો 6.27 લાખને પાર પહોંચ્યો છે. તેમાંથી 3.79 લાખ લોકો રિકવર થઈ ચૂક્યા છે, જ્યારે 18,225 લોકો મૃત્યુ પામ્યા છે. દુનિયાભરમાં સંક્રમિતોનો આંકડો 1.09 કરોડને પાર પહોંચી છે. તેમાંથી 61.40 લાખ લોકો રિકવર થઈ ગયા છે, જ્યારે 5,24,039 લોકોનું મૃત્યુ થયું છે. અમેરિકામાં કોરોનાવાઈરસના સંક્રમિતોની સંખ્યા 28 લાખને પાર પહોંચી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YUk6RQ
No comments:
Post a Comment