Sunday, 5 July 2020

આરોગ્ય સેતુ એપમાં નવાં ફીચરનો ઉમેરો, હવે યુઝર્સ સંપર્કમાં આવેલાં વ્યક્તિની સંપૂર્ણ માહિતી મેળવી શકશે

દેશમાં કોરોનાવાઈરસના ટ્રેકિંગ માટે સરકારે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી છે. આ એપમાં હવે નવું ફીચર ઉમેરાયું છે. આ ફીચરની મદદથી યઝર્સ 30 દિવસમાં કેટલા લોકોના સંપર્કમાં આવ્યો અને તેનાંથી કેટલું જોખમ છે એપ હવે તેની માહિતી આપે છે. યુઝર્સ મેન્યુઅલી સ્કેન કરીને પણ આ ડેટા જાણી શકે છે. આરોગ્ય સેતુના ઓફિશિયલ ટ્વિટર પરથી ટ્વીટ કરી આ નવાં ફીચર વિશે માહિતી અપાઈ છે.

આ નવાં ફીચરનો ઉપયોગ કેટલાક યુઝર્સ પહેલાંથી જ કરી શકતા હતા. પરંતુ હવે તેને ઓફિશિયલી લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી હવે વધારે સચોટ માહિતી મળશે અને યુઝર્સ પોતાની એક્ટિવિટી માટે વધુ સજાગ બનશે.

કેવી રીતે આ નવાં ફીચરનો ઉપયોગ કરશો?

  • સૌ પ્રથમ તમારા મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેને અપડેટ કરો.
  • ત્યારબાદ એપના હોમ પેજ પર ઈન્ફેક્શન રિસ્ક પર ક્લિક કરી સ્કેન કરો.
  • સ્કેન કરતાંની સાથે જ જ્યારથી તમે એપ ડાઉલોડ કરી હશે અથવા છેલ્લા 30 દિવસનો ડેટા રજૂ થશે.
  • તેમાં તમે કેટલા લોકોના સંપર્કમાં આવ્યા તેમનાંથી કેટલું જોખમ છે હવે તમારે ક્યા સ્ટેપ્સ લેવા જોઈએ સહિતની વિવિધ માહિતી એપ બતાવે છે. સાથે જ જે-તે વ્યક્તિ સાથે તમે ક્યારે અને કેટલા સમય સુધી સંપર્કમાં આવ્યા હતા તેની પણ માહિતી આપી છે.
  • એપ નંબર સાથે અને જોખમના પ્રકારન સાથે ચોક્કસ આંકડાઓ રજૂ કરે છે.

આરોગ્ય સેતુ એપને પ્લે સ્ટોર પર 10 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. તેના 13.84 કરોડ યુઝર્સ છે. એપને પ્લે સ્ટોર પર 4.4 સ્ટાર રેટિંગ મળ્યું છે. હેલ્થ અને ફિટનેસ કેટેગરીમાં એપ પ્રથમ સ્થાને છે.

આરોગ્ય સેતુ એપ

  • ‘આરોગ્ય સેતુ’ એપ કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ છે.
  • તે લોકેશન અને GPS ને આધારે કોરોનાવાઈરસના સંક્રમિતોને ટ્રેક કરી યુઝર્સને કેટલું જોખમ છે તેની માહિતી આપે છે.
  • એપ કોરોનાવાઈરસનું જોખમ, કેસોની અપડેટ્સ અને સેલ્ફ અસેસમેન્ટ સહિતના અનેક ફીચર્સ ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિત એપ કુલ 12 ભાષા સપોર્ટ કરે છે.
  • એપ એન્ડ્રોઈડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્યરત છે.
  • સરકારે ફીચર ફોન અને લેન્ડલાઈન યુઝર્સ માટે સરકારે IVRS સર્વિસ લોન્ચ કરી છે. તેમાં યુઝર 1920 નંબર પર મિસ્ડ કોલ કરી હેલ્થ અલર્ટ મેળવી શકે છે.
  • સાથે જ એપનું KaiOS વર્ઝન પણ લોન્ચ થયું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Adding a new feature to the aarogya setu app, users will now be able to get complete information of the person they come in contact with


from Divya Bhaskar https://ift.tt/2ZJJhpu

No comments:

Post a Comment