Tuesday, 14 July 2020

એરટેલ કંપનીએ વીડિયો કોન્ફરન્સિંગ એપ ‘BlueJeans’ રજૂ કરી, આ એપથી જિઓમીટ, ગૂગલ મીટ અને ઝૂમને ટક્કર મળશે

મોબાઈલ ઓપરેટર ભારતી એરટેલ કંપનીએ અમેરિકાની ટેલીકોમ કંપની વેરિઝોન સાથે પાર્ટનરશિપ કરીને વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ એરટેલ ‘બ્લૂજીન્સ(BlueJeans)’ રજૂ કર્યું છે. એરટેલની આ એપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જિઓમીટ અને ઝૂમને ટક્કર આપશે.

જો કે, જિઓમીટ એન્ટરપ્રાઈઝિસ અને ગ્રાહકો એમ બંને માટે અવેલેબલ છે, જ્યારે એરટેલની આ સુવિધા હાલ માત્ર એન્ટરપ્રાઈઝિસ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. જિઓમીટ ઉપરાંત એરટેલ બ્લજીન્સ ઝૂમ, Cisco Webex, ગૂગલ મીટ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ ઉપરાંત અન્ય વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસને પણ ટક્કર દેવાની તૈયારીમાં છે,

‘બ્લૂજીન્સ એક સુરક્ષિત પ્લેટફોર્મ છે’
ભારતી એરટેલનાચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(ભારત અને દક્ષિણ એશિયા) ગોપાલ વિઠ્ઠલે મંગળવારે કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, એરટેલ બ્લૂજીન્સ એક સુરક્ષિત પ્લેટફોર્મ છે. અમે દરેક યુઝર્સની પ્રાઈવસીને લઈને પ્રતિબદ્ધ છીએ. આ પ્લેટફોર્મમો ઉપયોગ ઘણો સરળ છે. કંપની આ સુવિધાનું પેકેજીંગ નાની કંપનીને આપવા માટે પણ વિચાર કરી રહી છે. ઘરમાં બ્રાન્ડબેન્ડ સાથે પણ આ સર્વિસને કનેક્ટ કરી શકાય છે.

ગોપાલે જણાવ્યું કે, ડેટાનું હોસ્ટિંગ ભારતમાં થશે. પ્રથમ ત્રણ મહિના માટે આ સેવા મફત આપવામાં આવશે. ત્યારબાદ આ સર્વિસ માટે યુઝરને ચાર્જ ચૂકવવો પડશે.

વેરિઝોન કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હેન્સ વેસ્ટબર્ગે કહ્યું કે, હાલ આખી દુનિયામાં હાઈ-ક્વોલિટી વીડિયો કોન્ફરન્સિંગ અને ગ્રાહકોની સિક્યોરિટીનું પણ ધ્યાન રાખે તેવી સર્વિસની જરૂર છે. અમને ગર્વ છે કે, અમે એરટેલ સાથે મળીને આ વર્ક ફ્રોમ હોમ સમયમાં અમારી વર્લ્ડ ક્લાસ કમ્યુનિકેશન પ્રોડક્ટથી ભારતીય ઓર્ગેનાઈઝેશનને મદદ કરીશું.

આ સર્વિસ કેવી રીતે એક્ટિવ કરશો?
એરટેલ બ્લૂજીન્સનું ટ્રાયલ શરૂઆતમાં ફ્રીમાં મળશે. ટ્રાયલને એક્ટિવ કરવા માટે કસ્ટમરે એરટેલની વેબસાઈટ પર જઈને પોતાની માહિતી આપીને રજીસ્ટર કરાવાનું રહેશે. રજીસ્ટર કરાવ્યા પછીના 24 કલાકમાં આ ટ્રાયલ સર્વિસ એક્ટિવ થઇ જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Airtel BlueJeans launched to take on Reliance JioMeet, Zoom


from Divya Bhaskar https://ift.tt/38X7NHR

No comments:

Post a Comment