Wednesday, 15 July 2020

સ્વદેશી એપ ‘રોપોસો’ને દર કલાકે 5 લાખ યુઝર્સ ડાઉનલોડ કરે છે, મહિનાના અંત સુધીમાં ડાઉનલોડ્સ 10 કરોડ સુધી પહોંચી શકે છે

સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકતા જ દેશમાં ચાઈનીઝ એપ્સના સ્વદેશી વિકલ્પોની માગ વધી ગઈ છે. ટિકટોક પર પ્રતિબંધ આવતા લાઈમલાઈટમાં આવી ગયેલી સ્વદેશી એપમાં ‘રોપોસો’ સામેલ છે. હાલ દર કલાકે આ શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મને 5 લાખ ડાઉનલોડ્સ મળી રહ્યા છે. આ એપને અત્યાર સુધી પ્લે સ્ટોર પર 5 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. જો આ જ ગતિથી એપની ડિમાન્ડ રહેશે તો આ મહિનાના અંત સુધીમાં 10 કરોડ ડાઉનલોડ્સ મળી શકે છે. રોપોસોને ટિકટોક બેન થયાને 2 દિવસમાં જ તેને 2 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા હતા.

કંપનીના CEO અને કો-ફાઉન્ડર મયંક ભાંગડીયાએ બિઝનેસ ઈનસાઈડરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે પ્લેટફોર્મ પર આવતા કન્ટેન્ટનું પણ ધ્યાન રાખીએ છીએ અને ક્રિએટર્સને રૂપિયા કમાવાની તક પણ આપીએ છીએ. જૂન મહિનામાં અમારી એપની એક ક્રિએટરે 1.37 લાખ રૂપિયાની કમાણી કરી છે.

હાલ ‘રોપોસો’ એપને પ્લે સ્ટોર પર 5 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. 19MBની આ એપને પ્લે સ્ટોર પર 4.2 સ્ટાર રેટિંગ મળ્યું છે. રોપોસોને ગુરુગ્રામની એક સ્ટાર્ટ અપ કંપનીએ લોન્ચ કરી છે. એપ નવેમ્બર 2014થી પ્લેસ્ટોર પર અવેલેબલ છે, પંરતુ હાલ ટિકટોક બેન થતાં સ્વદેશી શોર્ટ વીડિયો એપ ‘રોપોસો’ એકાએક લાઈમલાઈટ આવી ગઈ છે. રોપોસો સિવાય ‘ચિનગારી’ અને ‘મિત્રો’નો પણ પ્લે સ્ટોર પર ડાઉનલોડ્સનો આંકડો વધી રહ્યો છે.

રોપોસો એપનાં ફીચર્સ

  • આ સ્વદેશી એપ પણ ટિકટોકની જેમ શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે.
  • તેમાં યુઝર્સ વિવિધ જાતના શોર્ટ વીડિયો બનાવી શેર કરી શકે છે.
  • આ એપ યુઝર્સ માટે એટલા માટે મહત્ત્વની બની જાય છે કારણ કે ટિકટોકની જેમ તેમાં પણ રીવોર્ડ મળે છે.
  • એપ હિન્દી, ગુજરાતી, મરાઠી સહિત 12 ભાષા સપોર્ટ કરે છે.
  • તેમાં ફિલ્ટર અને ઈફેક્ટ ફીચરની મદદથી યુઝર્સ ઈનોવેટિવ વીડિયો બનાવી શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
TikTok's India rival Roposo booms with 500,000 users added every hour


from Divya Bhaskar https://ift.tt/2CCKmaI

No comments:

Post a Comment