Sunday, 12 July 2020

ટિકટોક બેન થતાં સ્વદેશી શોર્ટ વીડિયો શેરિંગ એપ ‘Dubshoot’ પોપ્યુલર બની, એપ 10 લાખ ડાઉનલોડ્સને આરે

સરકારે ટિકટોક સહિતની 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લાદતા જ ભારતમાં ચાઈનીઝ એપ્સના સ્વદેશી વિકલ્પોની માગ વધી છે. તેનો લાભ ટિકટોક જેવી જ શોર્ટ વીડિયો શેરિંગ એપ ‘ચિનગારી’, ‘મિત્રો’ અને ‘રોપોસો’ને મળ્યા બાદ હવે ‘Dubshoot’ને મળ્યો છે. આ એપ પ્લે સ્ટોર પર વર્ષ 2018થી અવેલેબલ છે, પરંતુ ટિકટોક બેન થતાં જ હવે તે યુઝર્સની પસંદ બનવા લાગી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, એપ પર દરરોજ 55 હજારથી વધારે વીડિયો અપલોડ થઈ રહ્યા છે. એપને હૈદરાબાદની mTouch Labs દ્વારા ડેવલપ કરાઈ છે. એપના ડ્યુઅટ અને રીડબ ફીચરને કારણે લોકો તેને વધારે પસંદ કરી રહ્યા છે. એપ પ્લે સ્ટોર પર 1 મિલિયન અર્થાત 10 કરોડ ડાઉનલોડ્સ હાંસલ કરવાના આરે છે. પ્લે સ્ટોર પર એપને 4 સ્ટારનું રેટિંગ મળ્યું છે. ભારત સાથે એપને વિદેશોના યુઝર્સ પણ પસંદ કરી રહ્યા છે.

‘Dubshoot’નાં ફીચર્સ

  • આ એક શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે.
  • એપ અંગ્રેજી, હિન્દી, તેલુગુ સહિત કુલ 6 ભાષા સપોર્ટ કરે છે.
  • એપમાં યુઝર ટિકટોરની જેમ ડ્યુઅટ ફીચર પણ મળે છે.
  • તેમાં રીડબ અને વીડિયો ફિલ્ટરની મદદથી યુઝર્સ અવનવા વીડિયો બનાવી શકે છે.
  • એપ પર બનાવેલા વીડિયો યુઝર્સ ડાયરેક્ટ તેના વ્હોટ્સએપ, યુટ્યુબ અને ફેસબુક અકાઉન્ટ પર શેર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ટિકટોક બેન થતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે પણ ટિકટોક જેવું ફીચર રીલ્સ લોન્ચ કર્યું છે. હાલ તે ભારતમાં લોન્ચ પણ થઈ ચૂક્યું છે. યુટ્યુબે પણ પોતાના શોર્ટ વીડિયો શેરિંગ ફીચરની જાહેરાત કરી છે. શોર્ટ વીડિયોને ક્રેઝ યુઝર્સમાં વધતા તેને અનુરુપ ટેક કંપનીઓ નવા ફેરફારો કરી રહી છે. સાથે જ ટિકટિક બેન થતાં સ્વદેશી શોર્ટ વીડિયો શેરિંગ એપ્સ હાલ લાઈમલાઈટ્સમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Indigenous short video sharing app 'Dubshoot' becomes popular with Tiktok Ban, app approaching 10 lakh downloads


from Divya Bhaskar https://ift.tt/327YN1d

No comments:

Post a Comment