Sunday, 12 July 2020

વર્ષ 2020માં એપ્રિલથી જૂન મહિનામાં કમ્પ્યૂટરની માગમાં ગ્લોબલી 11.2%નો વધારો, દુનિયાભરમાં આશરે 7.23 કરોડ લેપટોપ/પીસીનું વેચાણ થયું

કોરોનાને લીધે વર્ક ફ્રોમ હોમનું વલણ વધી જતા કમ્પ્યૂટર અને લેપટોપની માગ વધી છે. માર્કેટ ઈન્ટેલિજન્સ ફર્મ IDCના રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ગ્લોબલી કમ્પ્યૂટર શિપમેન્ટમાં 11.2%નો વધારો થયો છે.

સૌથી વધારે માગ યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં
IDCના રિપોર્ટ મુજબ, આ વર્ષના એપ્રિલથી જૂન મહિના સુધીમાં કુલ 7.23 કરોડ PC/લેપટોપનું વેચાણ થયું છે. યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં તેની સૌથી વધારે માગ રહી છે.

25% માર્કેટ શેર સાથે hp અવ્વલ નંબરે
રિપોર્ટ અનુસાર PC/લેપટોપનાં વેચાણમાં hp બ્રાન્ડ 25% માર્કેટ શેર સાથે પ્રથમ ક્રમાંકે છે. લેનોવો 24.1% માર્કેટ શેર સાથે બીજા ક્રમે, ડેલ 16.1% માર્કેટ શેર સાથે ત્રીજા નંબરે છે. 7.7% માર્કેટ શેર સાથે એપલ ચોથા સ્થાને છે. ત્યારબાદ 6.7% સાથે એસર કંપની પાંચમા સ્થાને છે.

વર્ષ 2020ના એપ્રિલથી જુલાઈ મહિનામાં કંપનીઓનો માર્કેટ શેર

કંપની શિપમેન્ટ માર્કેટ શેર ગત વર્ષ કરતાં ગ્રોથ
1 hp 1.80 કરોડ 25% 17.7%
2 લેનોવો 1.74 કરોડ 24.1% 7.4%
3 ડેલ 1.20 કરોડ 16.6% 3.5%
4 એપલ 55 લાખ 7.7% 36.0%
5 એસર 48 લાખ 6.7% 12.7%
6 અન્ય 1.43 કરોડ 19.8% 6.8%
કુલ 7.23 કરોડ 100% 11.2%

રિપોર્ટ અનુસાર જુલાઈ બાદ PC/લેપટોપનાં વેચાણમાં ઘટાડો આવશે
રિપોર્ટ અનુસાર, ટોપ-5 કંપનીના PC/લેપટોપનાં વેચાણનો કુલ શેર 80% છે. જોકે આગામી દિવસોમાં તેમાં ફેરફાર જોવા મળી શકે છે. કારણ કે શાઓમી અને ઓનર સહિતની મોબાઈલ બ્રાન્ડ પણ હવે લેપટોપના માર્કેટમાં ઉતરી છે. જુલાઈ બાદ PC/લેપટોપની માગમાં ઘટાડો આવી શકે છે.

ભારતીયોની પસંદ 40,000થી ઓછી કિંમતના PC/લેપટોપ
મોબાઈલની માગ કરતાં દેશ PC/લેપટોપની માગમાં ભારત ઘણો પાછળ છે. રિપોર્ટ મુજબ, મોટે ભાગે ગ્રાહકો 40,000 રૂપિયાથી ઓછી કિંમતની પ્રોડક્ટ્સ પર ફોકસ રાખે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નિષ્ણાતો અનુસાર, કોરોનાને લીધે વર્ક ફ્રોમ હોમનું વલણ વધવાથી PC/લેપટોપની માગ વધી


from Divya Bhaskar https://ift.tt/2DAETBZ

No comments:

Post a Comment