Wednesday, 22 July 2020

નેટફ્લિક્સે HD સ્ટ્રીમિંગ સપોર્ટ કરતા ‘Mobile+’પ્લાનનું ટેસ્ટિંગ કર્યું, ભારતીય યુઝર્સ માટે 349 રૂપિયા પ્રતિ મહિનાનો પ્લાન લોન્ચ કરશે

કોરોના મહામારીમાં OTT(ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર દર્શકોની ભીડ વધી ગઈ છે. લોકડાઉનમાં ફિલ્મો અને વેબ સિરીઝ પણ OTT પ્લેટફોર્મ પર જ રિલીઝ થઇ રહી છે. હાલ નેટફ્લિક્સે ભારતમાં મોબાઈલ સબ્સક્રિપ્શન પ્લાન ‘Mobile+’ નું ટેસ્ટિંગ કરવાનું શરુ કરી દીધું છે. તેના નવા એક મહિનાના પ્લાનની કિંમત 349 રૂપિયા છે અને તે HD સ્ટ્રીમિંગ સપોર્ટની સાથે આવશે. HDનો અનુભવ માત્ર ફોન જ નહિ પણ કમ્પ્યુટર, મેકબુક અને ક્રોમબુકમાં પણ લઇ શકશો. જો કે, આ પ્લાનમાં યુઝર એકસાથે એકથી વધારે સ્ક્રીન પર જોઈ નહિ શકે.

નેટફ્લિક્સે નવા પ્લાન વિશે જણાવ્યું કે, ભારતમાં કોઈ પણ વ્યક્તિ સ્માર્ટફોનમાં નેટફ્લિક્સનો આનંદ લઇ શકે આથી અમે મોબાઈલ પ્લાનની શરૂઆત કરી છે. ભારતમાં યુઝર્સને Mobile+ પ્લાન પસંદ આવે છે કે નહિ તે અમે જોવા માગીએ છીએ. જો આ પ્લાન પસંદ પડશે તો તે લાંબા સમયગાળા માટે અમે રજૂ કરશું.

વ્યક્તિગત ઉપયોગ માટે Mobile+ પ્લાન ઘણી સારો છે, જેની પાસે ટીવી નથી તેઓ મોબાઈલ પણ મજા લઇ શકે છે. નેટફ્લિક્સે ગયા વર્ષે 199 રૂપિયાનો પ્રથમ મોબાઈલ પ્લાન લોન્ચ કર્યો હતો, જે SD(સ્ટાન્ડર્ડ ડેફિનિશન) સ્ટ્રીમિંગને સપોર્ટ કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Netflix tests new Mobile+ plan with HD streaming, laptop support


from Divya Bhaskar https://ift.tt/30BQuZ7

No comments:

Post a Comment