તાઈવાનની ટેક કંપની આસુસે તેનો લેટેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન ‘આસુસ ROG ફોન 3’ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865+ પ્રોસેસર મળે છે. સાથે જ ફોનમાં રીડિઝાઈન કૉપર 3D વેપર ચેમ્બર સાથે ગેમકૂલ 3 હીટ ડિસિપેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ ફોન ડ્યુઅલ ફ્રન્ટ ફાયરિંગ સ્પીકરથી સજ્જ છે. તેનાં 8GB + 128GBનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે.
કિંમત અને ઉપલબ્ધતા
‘આસુસ ROG ફોન 3’નાં 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા અને 12GB + 256GB વેરિઅન્ટની કિંમત 57,999 રૂપિયા છે. તેનું વેચાણ 6 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ પર શરૂ થશે. બંને વેરિઅન્ટમાં એરો કેસ મળશે. ટોપ વેરિઅન્ટમાં એરો એક્ટિવ કૂલર 3 એસેસરીઝ પણ મળે છે. તેનાથી ફોનનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય છે.
એસેસરીઝ
કંપનીએ ‘આસુસ ROG ફોન 3’ સાથે 9,999 રૂપિયાનું ROG Kunai 3 ગેમપેડ, 19,999 રૂપિયાનું ટ્વિનવ્યૂ ડૉક 3, 12,999 રૂપિયાનો મોબાઈલ ડેસ્કટોપ ડૉક 2, 1,999 રૂપિયાનો નિયોન એરો કેસ અને 2,999 રૂપિયાનો લાઈટનિંગ આર્મર કેસ પણ લોન્ચ કર્યો છે. સાથે જ કંપનીએ 1,999 રૂપિયાની ROG ક્લિપ પણ લોન્ચ કરી છે, જેની મદદથી યુઝર્સ પ્લેસ્ટેશન 4, Xbox અથવા Stadia ગેમિંગ કોન્સોલ સાથે ફોન કનેક્ટ કરી શકશે. કંપનીએ 7,699 રૂપિયાનો ROG Cetra હેડસેટ, 3999 રૂપિયાનો ROG Cetra Core અને 2999 રૂપિયાનું એરોએક્ટિવ કૂલર પણ લોન્ચ કર્યું છે.
‘આસુસ ROG ફોન 3’ની ખાસિયતો
- આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
- ફોનમાં 2.5D કોર્નિંગ ગોરિલા ગ્લાસ 6 પ્રોટેક્શન મળે છે.
- આંખોને આરામ આપવા માટે તેમાં ફ્લિકર રિડક્શન સર્ટિફાઈડ ટેક્નોલોજી મળે છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ 5.0, GPS/A-GPS/NavIC, USB ટાઈપ-સી પોર્ટ અને હેડફોન જેક આપવામાં આવ્યો છે.
- સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
- ફોનમાં 2 ફ્રન્ટ ફેસિંગ સ્પીકર્સ છે, જે ROG GameFX અને Dirac HD ટેક્નોલોજી પર કામ કરે છે.
‘આસુસ ROG ફોન 3’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લેસાઈઝ |
6.59 ઈંચ |
|
ડિસ્પ્લેટાઈપ |
ફુલ HD+ 1080x2340 પિક્સલ AMOLED |
|
OS |
એન્ડ્રોઈડ 10 વિથ ROG UI |
|
પ્રોસેસર |
ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865+ |
|
રિઅર કેમેરા |
64MP (સોની IMX686 પ્રાઈમરી સેન્સર) + 13MP (125 ડિર્ગી અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ) + 5MP (મેક્રો લેન્સ) |
|
ફ્રન્ટ કેમેરા |
24MP |
|
રેમ |
8GB/12GB |
|
સ્ટોરેજ |
128GB/256GB |
|
બેટરી |
6000mAh વિથ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30FKRZX
No comments:
Post a Comment