સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે તેનો મોસ્ટ અવેટેડ 5G ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘ગેલેક્સી Z ફ્લિપ 5G’ લોન્ચ કર્યો છે. હાલ તેને અમેરિકન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્લોબલી તેને 5 ઓગસ્ટે યોજાનાર ‘ગેલેક્સી અનપેક 2020’ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં મોટે ભાગે તમામ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ ‘સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ’નાં LTE વર્ઝન જેવા જ છે. કંપનીએ ફોનનું 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.
કિંમત અને ઉપલબ્ધતા
કંપનીએ હાલ ફોનને અમેરિકામાં જ લોન્ચ કર્યો છે. અમેરિકામાં તેનાં 8GB + 256GB વેરિઅન્ટની કિંમત $1449,99 (આશરે 1,08,200 રૂપિયા) છે. જોકે તેનું વેચાણ 7 ઓગસ્ટથી શરૂ થશે.
‘ગેલેક્સી Z ફ્લિપ 5G’ની ખાસ વાતો
- આ ફોન વર્ટિકલી ફોલ્ડ થાય છે. ફોન ફોલ્ડ થવા પર યુઝર્સ 1.1 ઈંચની કવર ડિસ્પ્લેમાં નોટિફિકેશન જોઈ શકે છે.
- ફોનનો રિઅર કેમેરા 8X ડિજિટલ ઝૂમ અને HDR 10+ રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.
- સિક્યોરિટી માટે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર પણ આપવામાં આવ્યું છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G. 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ 5.0, USB ટાઈપ-સી પોર્ટ, GPS, NFC અને ઓડિયો જેક આપવામાં આવ્યો છે.
‘ગેલેક્સી Z ફ્લિપ 5G’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.7 ઈંચ મેઈન, 1.1 ઈંચ કવર |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD 1080x2636 પિક્સલ AMOLED ટાઈપ |
|
OS |
એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865+ ઓક્ટાકોર SoC |
|
રિઅર કેમેરા |
12MP + 12MP |
|
ફ્રન્ટ કેમેરા |
10MP |
|
રેમ |
8GB |
|
સ્ટોરેજ |
256GB |
|
બેટરી |
3300mAh વિથ વાયરલેસ એન્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ |
|
વજન |
183 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jwOom9
No comments:
Post a Comment