ગેજેટ ડેસ્ક: ફ્રાન્સની સ્ટાર્ટઅપ કંપની સી બબલ્સ ટૂંક સમયમાં વોટર ટેક્સીની સર્વિસ શરુ કરવાની છે. હાલમાં જ કંપનીએ ઇલેક્ટ્રિક બોટ 'ધ બબલ'નું પ્રોટોટાઇપ મોડલ તૈયાર કર્યું છે. 5 સીટરની કેબીનવાળી આ ઇલેક્ટ્રિક બોટ કોઈ પણ અવાજ કર્યા વગર પાણીની સપાટીથી દોઢ ફૂટ ઉપર ચાલે છે. આ બોટ 33 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડે છે. કંપનીનું કહેવું છે કે,આ આવનારા 5 વર્ષોમાં આ બોટને 50 શહેર સુધી પહોંચાડીશું.
આ બોટ 100% ઇલેક્ટ્રિક છે. તે ઝીરો વેવ નોઇસ એમિશન છે એટલે કે પાણીની સપાટી પર પણ તે અવાજ કરતી નથી. તેની લંબાઈ 16.3 ફૂટ છે અને પહોળાઈ 8.2 ફૂટ છે. આ બોટમાંએકસાથે 5 લોકો બેસી શકે છે. બોટમાં 18kWનો બે ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે. તેમાં 41kWh ની લિથિયમ આયર્ન બેટરી છે. આ બેટરી સોલર પેનલ અને ટર્બાઇનથી ચાર્જ થશે. સી બબલ બોટનું વજન 1250 કિલોગ્રામ છે અને તેની ક્ષમતા 500 કિલોગ્રામ વજન ઉપાડવાની છે. બોટની ટોપ સ્પીડ 33 કિલોમીટર પ્રતિ કલાક છે. સિંગલ ચાર્જમાં આ બોટ 64 કિલોમીટર સુધી ચાલી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2moOUcC
No comments:
Post a Comment