Tuesday, 24 September 2019

ગેમિંગ સ્માર્ટફોન ‘આસુસ રોગ ફોન-2’ લોન્ચ થયો, પ્રારંભિક કિંમત 37,999 રૂપિયા

ગેજેટ ડેસ્કઃ તાઇવાનની ટેક કંપની આસુસે સોમવારે તેનો ગેમિંગ સ્માર્ટફોન ‘આસુસ રોગ ફોન 2’ ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન સેકન્ડ જનરેશન ગેમિંગ સેન્ટ્રિક સ્માર્ટફોન છે. કંપનીએ આ ફોનના 2 વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. ગેમિંગ માટે નવું અલ્ટ્રાસોનિક એર ટ્રિગર, સ્ટીરિયો સ્પીકર્સ વિથ DTS એક્સ સપોર્ટ, ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને 120 હર્ટઝ રિફ્રેશ્ડ રેટ વાળી ડિસ્પ્લે પેનલ આપવામાં આવી છે. આ ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પરથી 30 સપ્ટેમ્બરથી શરૂ થશે.

વેરિઅન્ટ અને કિંમત

8 GB રેમ + 128 GB સ્ટોરેજ 37,999 રૂપિયા
12 GB રેમ + 512 GB સ્ટોરેજ 59,999 રૂપિયા

ઓફર
લોન્ચિંગ ઓફર અંતર્ગત ફ્લિપકાર્ટથી ICICI બેંકના ક્રેડિટ કાર્ડ અને AXIS બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ફોનની ખરીદી કરવાથી 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સિવાય 6 મહિના માટે નો-ઇએમઆઇ કોસ્ટની સુવિધા પણ મળશે. ‘રોગ ફોન 2’ સિવાય આસુસ કંપનીએ 19,999 રૂપિયાનું ટ્વિનવ્યુ ડોક, 12,999 રૂપિયાનું મોબાઈલ ડેસ્કટૉપ સ્ટેશન, 9,999 રૂપિયાનું રોગ કુનાઈ ગેમપેડ અને 1,999 રૂપિયાનું 30 વૉટનું ચાર્જર પણ લોન્ચ કર્યું છે.

‘આસુસ રોગ ફોન-2’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.59 (1080x2340)
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે, ગોરિલા ગ્લાસ 6 પ્રોટેક્શન
OS એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર
રેમ 8 GB/12 GB
સ્ટોરેજ 128 GB/512 GB
રિઅર કેમેરા 48 MP (પ્રાઈમરી સેન્સર) + 13 MP (વાઈડ એન્ગલ કેમેરા વિથ 125 ડિગ્રી વ્યૂ)
ફ્રન્ટ કેમેરા 24 MP
બેટરી 6000mAh વિથ ક્વિક ચાર્જ 4.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gaming smartphone 'Asus Rog Phone 2' launched, starting at Rs 37,999
Gaming smartphone 'Asus Rog Phone 2' launched, starting at Rs 37,999


from Divya Bhaskar https://ift.tt/2mjTJEc

No comments:

Post a Comment