ગેજેટ ડેસ્કઃ વિવોએ ભારતમાં તેનો અફોર્ડેબલ ફોન ‘વિવો U10’ લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનને 3 વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. તેની શરૂઆતની કિંમત 8,990 રૂપિયા છે. આ ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ડેડિકેટેડ અલ્ટ્રા ગેમ પણ આપવામાં આવ્યો છે, જે ગેમિંગના એક્સપિરિયન્સને વધુ સારો બનાવશે.
આ ફોનમાં 2.5D કર્વ્ડ ડિઝાઈન આપવામાં આવી છે. ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં બેક પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનને ઇલેક્ટ્રિક બ્લૂ અને થંડર બ્લેક કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ અમેઝોન અને વિવોની ઓફિશિયલ વેબસાઈટ પરથી 23 સપ્ટેમ્બરે શરૂ થશે.
વેરિઅન્ટ અને કિંમત
| 3 GB રેમ + 32 GB સ્ટોરેજ | 8,990 રૂપિયા |
| 3 GB રેમ + 64GB સ્ટોરેજ | 9,990 રૂપિયા |
| 4 GB રેમ + 64GB સ્ટોરેજ | 10,990 રૂપિયા |
ઓફર
લોન્ચિંગ ઓફર હેઠળ SBI બેંકના કાર્ડની ખરીદી પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ સાથે જ કંપની 6 મહિનાની ‘નો-કોસ્ટ EMI’ ઓપ્શન પણ આપી રહી છે.
જિઓના ગ્રાહકોને અલગ અલગ વાઉચરથી કુલ 6,000 રૂપિયાનું બેનિફિટ મળશે.
વિવો U10નાં બેઝિક સ્પેસિફિકેશન.
| ડિસ્પ્લે સાઈઝ | 6.35 ઇંચ (720x1544) |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ |
| OS | એન્ડ્રોઇડ 9 પાઈ |
| પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 |
| રેમ | 3 GB/4 GB |
| સ્ટોરેજ | 32 GB/64 GB |
| રિઅર કેમેરા | 13 MP (પ્રાઈમરી સેન્સર) + 8 MP (વિથ વાઈડ એંગલ લેન્સ)+ 2 MP (પોટ્રેટ સેન્સર) |
| ફ્રન્ટ કેમેરા | 8 MP |
| બેટરી | 5000 mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
| વજન | 190.5 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ll3xxD
No comments:
Post a Comment