
ઈશિતા શાહ: કોઈપણ તહેવાર હોય કે ઉત્સવ તેની ક્ષણ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કર્યા વગર તેનો આનંદ અધૂરો રહી જતો હોય છે. ખાસ કરીને નવરાત્રીમાં તૈયાર થઈને ગરબે ઝૂમતા ફોટો અને વીડિયો બનાવવાનો અને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરીને લાઈક્સ રળવાનો ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળે છે. પરંતુ નવરાત્રીના તમામ ફોટોગ્રાફ્સ માટે સ્માર્ટફોનના કેમેરા પર જ આધાર રાખવો પડે છે. અલબત્ત, અત્યારે સ્માર્ટ ફોનના કેમેરા વધુ ને વધુ હાઇટેક થઈ રહ્યા છે, છતાં જ્યારે રાત્રે લો લાઇટમાં ફોટા લેવાના હોય ત્યારે ફોનથી કઈ રીતે બેસ્ટ ફોટોગ્રાફ્સ લઈ શકાય નવરાત્રીમાં તે માટે અમે અમદાવાદના જાણીતા ફોટોગ્રાફર ગૌરાંગ આનંદને પૂછ્યું.
લૉ લાઈટમાં પોર્ટ્રેઇટ મોડનો ઉપયોગ
નવરાત્રીમાં ગરબા રમતી વખતે ક્લબ કે પાર્ટી પ્લોટમાં લૉ -લાઈટમાં ફોટો પાડવા માટે પોર્ટ્રેઇટ મોડનો ઉપયોગ કરી શકાય છે. મોટે ભાગે તમામ મિડલ રેન્જથી હાયર રેન્જના મોબાઇલમાં આ મોડ જોવા મળે છે. પોર્ટ્રેઇટ મોડનો ફાયદો એ છે કે, તેનાથી જરૂરિયાત પૂરતી લાઈટનો જ લેન્સ ઉપયોગ કરીને ફોટો કેપ્ચર કરે છે. વધારે પડતી એક્સ્ટ્રા ફ્લેશનો ઉપયોગ ન થતો હોવાથી આ મોડમાં ફોટો કેપ્ચર કરવાથી નેચરલ ફોટોનો લુક આવે છે. જોકે આ મોડમાં ફોટોગ્રાફી કરવા માટે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમારો હાથ શૅક ન થાય. હાથ વધુ શૅક ન થાય તે માટે મોબાઇલ બને તેટલો શરીરથી નજીક રાખવો જોઈએ.
પોર્ટ્રેઇટ મોડમાં ફોટો કેપ્ચર કરતી વખતે લાઈટ ઓછી પડે તેવું લાગે તો અન્ય કેમેરાની ફ્લેશલાઇટ ઓન કરીને દૂરથી જેનો ફોટો લઇ રહ્યા હો તેના પર ફ્લેશ પાડવી જોઈએ. પ્લેન બેક ગ્રાઉન્ડમાં પોટ્રેટ મોડનો ઉપયોગ ન કરવો જોઈએ.
પોર્ટ્રેઇટ મોડનો ઉપયોગ કરવાથી એડિશનલ સબ્જેક્ટ આઉટ ઓફ ફોકસ થઈ જાય છે. વધારે લાઇટમાં ગ્રુપ ફોટો પાડવા માટે નોર્મલ મોડલ જ ફોટો પાડવો જોઈએ કારણકે પોર્ટ્રેઇટ મોડમાં ગ્રુપ ફોટો પાડવાથી પાછળ ઊભેલી વ્યક્તિનો ફેસ અનફોકસ થઈ જાય છે.
ફોટો કેપ્ચર કરતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવું જરૂરી છે કે મોબાઈલની ફ્રેમમાં કોઈ વધારાના આઉટ ઓફ ફોકસ અથવા બ્લર થયેલા સબ્જેક્ટને બને તેટલો મોબાઈલની ફ્રેમમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી ફોટોની વેલ્યૂ વધી જશે.
એંગલ
દૂરથી ફોટોગ્રાફી કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી ફ્રેમમાં એડિશનલ ઓબ્જેક્ટ ન આવે. સાથે જ ફોટો લેતી વખતે વધારે ટોપ કે વધુ લૉ એંગલ ન હોવો જોઈએ. આઈ લેવલ અથવા મિડલ લેવલથી ફોટો ક્લિક કરવાથી તે વધુ સારું રિઝલ્ટ આપે છે.
સેલ્ફી
સેલ્ફી લેતી વખતે મોબાઈલમાં આવેલા એક્સપોઝર ફીચરનો ઉપયોગ કરવો જોઈએ. ફોટો લેતી વખતે મોબાઈલ પર ટેપ કરવાથી બ્રાઇટનેસ એટલે કે એક્સપોઝર કરવાનો ઓપ્શન જોવા મળતો હોય છે. તેને તમારી રીતે એડજસ્ટ કરીને નેચરલ લાઇટ ઇફેક્ટથી સેલ્ફી લઇ શકાય છે.
HDR
HDR એટલે કે હાઈ ડાયમેનિક રેન્જનો ઉપયોગ કોન્ટ્રાસ્ટ લાઈટમાં કરી શકાય છે. આ મોડ પ્યોર વ્હાઈટ અને પ્યોર બ્લેકના તમામ શેડ્સની ડિટેઇલ આપે છે. આ મોડથી શટર સ્પીડ એટલે કે ફોટો કેપ્ચર કરવા માટે લાગતો સમય ઓછો થઈ જાય છે. ગરબા રમનાર વ્યક્તિનો ફોટો પાડતી વખતે આ મોડનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે, મૂવિંગ સબ્જેક્ટનો ફોટો લેતાં તે બ્લર રિઝલ્ટ આપે છે. સ્ટેટિક સબ્જેક્ટમાં આ મોડનો ઉપયોગ કરવાથી વધુ સારું રિઝલ્ટ મળે છે.
TILT SHITFT
‘TILT SHITFT’ ફીચર મોટે ભાગે તમામ મોબાઈલમાં જોવા મળે છે. વિવિધ મોબાઈલમાં આ મોડ માટે વર્ટિકલ, સર્કલ હોરિઝોન્ટલના ઓપ્શન આપવામાં આવે છે. આ ઇફેક્ટનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, નહીં તો તે ડિફેક્ટ બની શકે છે. ભીડવાળી જગ્યામાં ફોટો ક્લિક કરવા માટે આ મોડનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. આ મોડમાં ફોટો ક્લિક કરવાથી જેનો ફોટો લઈ રહ્યા છો તેના સિવાય બધા ઓબ્જેક્ટને બ્લર કરી શકાય છે. ગ્રુપ ફોટો લેતી વખતે આ મોડનો ઉપયોગ ન કરવો જોઈએ.
વીડિયો
નવરાત્રીમાં સ્લો મોશન સહિત વિવિધ મોડમાં વીડિયોગ્રાફી કરવાનો પણ ટ્રેન્ડ રહેલો છે. કોઈ પણ પ્રકારની વીડિયોગ્રાફી કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તમારો હાથ શેક ન થાય. આમ થવાથી તેની ક્વૉલિટી ખરાબ થઇ જાય છે. અહીં પણ હાથ શૅક ન થાય તે માટે ફોનને બને તેટલો શરીરથી નજીક રાખવો જોઈએ. મોબાઈલને કોણીથી વધારે દૂર રાખવાથી હાથ શેક થવાની સંભવના વધી જાય છે. શક્ય બને તો જમીન પર બેસીને અથવા ઘૂંટણથી બેસીને વીડિયો ઉતારવો જોઈએ. વીડિયો લેતી વખતે પણ એક્સપોઝર એટલે કે બ્રાઇટનેસ એડજસ્ટ કરવાથી સારી વીડિયોગ્રાફી કરી શકાય છે.
એડિશનલ લેન્સનો ઉપયોગ
મોબાઈલના કેમેરા ઉપરાંત બજારમાં મળતા એડિશનલ લેન્સનો ઉપયોગ કરીને વધુ સારી ફોટોગ્રાફી કરી શકાય છે. મોબાઈલ પ્રમાણે વિવિધ પ્રકારના લેન્સ બજારમાં ઉપલબ્ધ હોય છે. તેને તમારા મોબાઈલના રિઅર કેમેરા પર લગાવીને વધુ સારી ઇફેક્ટ આપી શકાય છે. બજારમાં વાઈડ, મેક્રો અને ઝૂમ એડિશનલ લેન્સ અફોર્ડેબલ કિંમતમાં સરળતાથી મળી રહે છે.
ઝૂમ-ઈન કરવાનું ટાળવું
વીડિયો અથવા ફોટો લેતી વખતે બને તો લેન્સને ઝૂમ ઈન ન કરવો જોઈએ. ઝૂમ કરવાથી પિક્ચર ક્વૉલિટી ડાઉન થાય છે. કેમેરાના લેન્સને ઝૂમ ઈન કરવાને બદલે ફોટો લેતી વખતે સબ્જેક્ટથી ડિસ્ટન્સમાં ફેરફાર કરવો જોઈએ.
કન્ટિન્યૂ શોટ્સ
ગરબા રમતી વ્યક્તિનો પરફેક્ટ ફોટો કેપ્ચર કરવા માટે મોબાઈલના આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. આ ફીચર વિવિધ મોબાઈલમાં જુદાં જુદાં નામથી એડ હોય છે. આ ફીચરની મદદથી એક જ સાથે 10-20 ફોટા પાડી શકાય છે. આમ કરવાથી ફોટો ક્લિક કરાવનારને બલ્ક ફોટોઝમાંથી પોતાના ફેવરેટ મૂવનો કોઈ એક ફોટો મળી રહે છે. આ મોડનો ઉપયોગ કરતા પહેલાં ફોકસ અને યોગ્ય બ્રાઇટનેસ ચેક કરી લેવી આવશયક છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mNfxsi
No comments:
Post a Comment