Saturday, 28 September 2019

એપલ iOsમાં 13.1 વર્ઝન રિલીઝ, સાઇલેન્ટ કોલર્સ ફીચર્સથી ઓટોમેટિકલી સાઇલેન્ટ કરી શકશો

ગેજેટ ડેસ્ક. એપલ આઇઓએસ 13 અપડેટ થયું અને તેની સાથે સાથે કેટલાક વિવાદ પણ શરૂ થયા. હેકર્સ સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓથી એપલે છુટકારો મેળવી લીધો છે અને 13.1 શરૂ થયું છે. તેને ઇન્સ્ટોલ કરશો તો તે નવા ફીચરથી સજ્જ મળશે. નવા ફીચર્સમાં ખાસ આ છે.

બેટરી:ઓટોમાઇઝ્ડ ચાર્જિંગને સેટિંગમાં જઇ ઓન કરશો તો ફોન 80 ટકા ચાર્જ હશે. વધુ ચાર્જિંગ ત્યારે થશે જ્યારે તમને ખરેખર જરૂર હશે. આથી બેટરી વધું સમય સુધી ચાલશે.

એપ્સ ડાઉનલોડ: 200 એમબીની એપ્સ માટે લિમિટ પૂરી થઇ ગઇ છે. હવે અપડેટ્સ માટે વાઇ-ફાઇ પર આધાર રાખાવામાં આવતું તે બંધ કરી દેવામાં આવ્યું છે.

મેસેજ:આઇઓએસ 13.1 પહેલાં સર્ચ કરવાથી હાલમાં જ કરાયેલા મેસેજિસ, ફોટોઝ-લિન્ક્સ સામે આવતા હતા. હવે ખાસ વાતચીતમાં પણ સર્ચ કરાશે.

મેલ:એક્સટેન્ડેન્ટ રિપ્લાય મેન્યુ છે. રિપ્લાય, રિપ્લાય ઓલ, ફોરવર્ડ અને પ્રિન્ટની સાથે કેટલાક વિકલ્પ વધારવામાં આવ્યા છે. આ મેન્યુમાં 'મૂવ ટુ જન્ક', માર્ક એઝ અનરીડ પણ મળશે. મેન્યુના નવા ભાગમાં કેટલાક ઇમેઇલ્સને મ્યૂટ કરવાનો વિકલ્પ હશે. ખાસ સરેન્ડરના ઇ-મેલ બ્લોક કરી શકશો કે સીધા ટ્રેસમાં મોકલી શકશો.

સાઇલેન્ટ કોલર્સ : જે કોલર કોન્ટેક્ટ લિસ્ટમાં નથી, ઓટોમેટિકલી સાઇલેન્ટ કરી શકશો. એવી કોલ્સ સીધા વોઇસમેલમાં મોકલી દેવાશે.

સ્વાઈપ ટાઈપિંગ: આ ફીચર થર્ડ પાર્ટી એપ્સમાં વર્ષોથી મળી રહ્યું હતું પણ એપલ હવે લાવ્યું છે. આઈઓએસ 13માં ટાઈપ કરતી વખતે હવે તમારે આંગળીઓ ઓછી ઉપાડવી પડશે.

આ પણ ખાસ છે

  • નવી સાઇટ પર સરળ પાસવર્ડ પસંદ કરશો તો 'સફારી' ચેતવણી આપશે.
  • જે વેબસાઇટ નવા મોડ સીએસએસ કોડનો ઉપયોગ કરે છે, તે પોતાની મેળે સફારી મોડ ઓન કરશે,સાઇટનો લુક બદલી નાંખશે.
  • ઓટોસેવ અને ઓટો ક્લોઝથી તમામ ટેબ્સ એક સાથે બુકમાર્ક કરી શકશો.
  • સીરી હવે વધુ સમજદારીથી વાત કરશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
13.1 version release in Apple iOs, Silent Callers features to be automatically Silent


from Divya Bhaskar https://ift.tt/2mzEVlm

No comments:

Post a Comment