Tuesday, 24 September 2019

મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડને મામલે ભારત કરતાં પાકિસ્તાન આગળ, સાઉથ કોરિયા પ્રથમ નંબરે

ગેજેટ ડેસ્ક: ઇન્ટરનેટ ડેટા સ્પીડ ચેક કરનારી કંપની ઉકલાએ મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ સાથે જોડાયેલી 'સ્પીડેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સ' નો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે મોબાઈલ ઇન્ટરનેટની સ્પીડને મામલે ભારત 131મા નંબર પર છે. આ રિપોર્ટમાં પ્રથમ નંબરે સાઉથ કોરિયા છે. રિપોર્ટમાં કુલ 145 દેશોને સામેલ કરવામાં આવ્યા હતા. સાઉથ કોરિયામાં મોબાઈલ ઇન્ટરનેટની એવરેજ સ્પીડ 111Mbps છે.

નેપાળ પણ આપણા કરતાં આગળ
રિપોર્ટ પ્રમાણે ભારતમાં એવરેજ ઇન્ટરનેટ સ્પીડ 10.65Mbps રહી. જોવાની વાત એ છે કે, દેશમાં ભલે ટેલિકોમ કંપની સારી ઇન્ટરનેટ સ્પીડ હોવાના દાવા કરતા હોય પણ હકીકતમાં આપણે પાકિસ્તાન અને નેપાળથી પણ આ લિસ્ટમાં પાછળ છીએ. શ્રીલંકાની એવરેજ સ્પીડ 22.04Mbps અને પાકિસ્તાનની એવરેજ નેટ સ્પીડ 13.08Mbps રહી. લિસ્ટમાં શ્રીલંકાને 83 અને પાકિસ્તાનને 118મોં નંબર મળ્યો. એટલું જ નહીં પણ નેપાળ પણ ભારત કરતાં આગળ છે. નેપાળને 10.78Mbps સ્પીડની સાથે 130મો ક્રમ મળ્યો છે.

બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા
તો બીજી તરફ અમેરિકા ટોપ 10 લિસ્ટમાં નથી. તે એવરેજ ઇન્ટરનેટ સ્પીડ 36.23Mbpsની સાથે 35મા ક્રમ પર છે. લિસ્ટમાં સાઉથ કોરિયા પછી બીજા નંબરે ઓસ્ટ્રેલિયા છે. તેની એવરેજ સ્પીડ 66.45Mbps રહી. ત્યારબાદ ત્રીજા સ્થાન પર કતાર અને ચોથા સ્થાન પર નોર્વે, પાંચમા સ્થાન પર યુએઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
South Korea leads India ahead of Pakistan in terms of mobile internet speed


from Divya Bhaskar https://ift.tt/2mWsVKr

No comments:

Post a Comment