Sunday, 29 September 2019

‘વિવો U10’નું ભારતમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું, SBI બેંકના કાર્ડથી ખરીદી પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે

ગેજેટ ડેસ્ક: વિવોએ ભારતમાં તેનો અફોર્ડેબલ ફોન ‘વિવો U10’નું વેચાણ શરૂ કર્યું છે. એમેઝોન અને કંપનીની ઑહોશિયાળ સાઈટ પરથી ફોનની ખરીદી કરી શકાશે. કંપનીએ આ ફોનને 3 વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. તેની શરૂઆતની કિંમત 8,990 રૂપિયા છે. આ ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ડેડિકેટેડ અલ્ટ્રા ગેમ પણ આપવામાં આવ્યો છે, જે ગેમિંગના એક્સપિરિયન્સને વધુ સારો બનાવશે.
આ ફોનમાં 2.5D કર્વ્ડ ડિઝાઈન આપવામાં આવી છે. ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં બેક પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનને ઇલેક્ટ્રિક બ્લૂ અને થંડર બ્લેક કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ અમેઝોન અને વિવોની ઓફિશિયલ વેબસાઈટ પરથી 23 સપ્ટેમ્બરે શરૂ થશે.


વેરિઅન્ટ અને કિંમત

3 GB રેમ + 32 GB સ્ટોરેજ 8,990 રૂપિયા
3 GB રેમ + 64GB સ્ટોરેજ 9,990 રૂપિયા
4 GB રેમ + 64GB સ્ટોરેજ 10,990 રૂપિયા

ઓફર

  • લોન્ચિંગ ઓફર હેઠળ SBI બેંકના કાર્ડની ખરીદી પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
  • આ સાથે જ કંપની 6 મહિનાની ‘નો-કોસ્ટ EMI’ ઓપ્શન પણ આપી રહી છે.
  • જિઓના ગ્રાહકોને અલગ અલગ વાઉચરથી કુલ 6,000 રૂપિયાનું બેનિફિટ મળશે.
  • એમેઝોન પેની ખરીદી કરવાથી 1000 રૂપિયા સુધીનું પણ ડિક્સકાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.


વિવો U10નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.35 ઇંચ (720x1544)
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+
OS એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665
રેમ 3 GB/4 GB
સ્ટોરેજ 32 GB/64 GB
રિઅર કેમેરા 13 MP (પ્રાઈમરી સેન્સર) + 8 MP (વિથ વાઈડ એંગલ લેન્સ)+ 2 MP (પોટ્રેટ સેન્સર)
ફ્રન્ટ કેમેરા 8 MP
બેટરી 5000 mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન 190.5 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo U10 sell start in India, by SBI Bank card will get 10% discount on purchase
Vivo U10 sell start in India, by SBI Bank card will get 10% discount on purchase


from Divya Bhaskar https://ift.tt/2nDeb3w

No comments:

Post a Comment