
ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ 2.3.7 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરતા અને આઇઓએસ 7 પર ચાલતા આઈફોન પર 1 ફેબ્રુઆરી 2020 પછી વ્હોટ્સએપ સપોર્ટ નહીં કરે. આ જૂના વર્ઝન પર રન કરતા તમામ મોબાઈલ ફોન પર યુઝર વ્હોટ્સએપનું નવું અકાઉન્ટ નહીં બનાવી શકે સાથે જ જૂના અકાઉન્ટને પણ રિવેરિફાય નહીં કરી શકે. વ્હોટ્સએપની ન્યૂઝ પ્રસારિત કરતી વેબસાઈટ ‘WABetainfo’એ આ જાણકરરી આપી છે.
એન્ડ્રોઇડના યુઝર પાસે મોટે ભાગે અપડેટેડ વર્ઝનવાળો જ મોબાઈલ છે. વ્હોટ્સએપએ તેના FAQમાં જણાવ્યું છે કે, યુઝર KaiOS 2.5.1+ ધરાવતા મોબાઈલ ફોનનો ઉપયોગ કરે. જિઓફોન અને જિઓફોન 2 આ ઓપરેટિંગ સિસ્ટમ પર જ કામ કરે છે. વ્હોટ્સએપ અને જિઓએ સાથે મળીને ફોનને વ્હોટ્સએપ સપોર્ટિવ બનાવ્યો હતો.
વ્હોટ્સએપ નિયમિત રૂપે નવાં ફીચર ઉમેરતું રહે છે. તેમાંથી કેટલાક ફીચર યોગ્ય રીતે કામ કરે તે માટે પાવરફુલ ઓપરેટિંગ સિસ્ટમની આવશ્યકતા હોય છે. ચેટ વિન્ડોમાં વીડિયો, ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન સહિતનાં ફીચર કેટલીક રેમ અને ઓપરેટિંગ સિસ્ટમ પર જ સપોર્ટ કરે છે. વ્હોટ્સએપે જે ફોન અને OS પર સપોર્ટ ન કરવાનો નિર્ણય કર્યો છે તે લેટેસ્ટ ફીચરને સપોર્ટ કરતા નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2n1sxuu
No comments:
Post a Comment