ગેજેટ ડેસ્ક: હાલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ તહેવારની સિઝનમાં સેલની સિઝન પણ ચાલી રહી છે. ફ્લિપકાર્ટ અને એમેઝોનની સાથોસાથ પેટીએમમાં પણ ધમાકેદાર સેલ ચાલી રહ્યો છે. કંપનીએ આ સેલને ' મહા કેશબેક કાર્નિવલ' નામ આપ્યું છે. આ સેલ 29 સપ્ટેમ્બરે શરુ થયો હતો, જે 6 ઓક્ટોબર સુધી ચાલશે. સેલમાં સ્માર્ટફોન, ગેજેટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ અપ્લાયન્સ, એક્સેસરીઝ, ફેશનની સાથે અન્ય ઘણી આઈટમ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં ક્રેકર ડીલ પણ ચાલી રહી છે, જેમાં માત્ર 1 રૂપિયામાં ફોન ખરીદવાનો મોકો ગ્રાહકોને આપ્યો છે.
આ રીતે મળશે 1 રૂપિયામાં મળશે સ્માર્ટફોન
આ ડીલમાં કંપની ગ્રાહકને 1 રૂપિયામાં ફોન ખરીદવાનો ચાન્સ આપી રહી છે. તો બીજી તરફ શાઓમી રેડમીના સ્માર્ટફોન માત્ર 99 રૂપિયામાં ખરીદવાનો ચાન્સ પણ મળી શકે છે. ક્રેકર ડીલ્સ રોજ સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ચાલે છે. ડીલ સરમિયાન ગ્રાહકને ફોનનું પૂરું પેમેન્ટ કરવાનું રહેશે, જો તમને આ ડીલનો ફાયદો મળે છે તો ફોનના રૂપિયા તમારા વોલેટમાં કેશબેક કરવામાં આવશે.
- પેટીએમ પર 5 હજાર રૂપિયાથી વધારે શોપિંગ કરવા પર ફોન પર બેન્કની સાથે જોડાયેલ અન્ય ઓફર્સ પણ મળશે.
- HDFC ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અને ઈએમઆઈ ટ્રાન્જેક્શન પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.
- સેલમાં એપલ, સેમસંગ, ઓપો, વિવો, શાઓમી અને અન્ય કંપનીના સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
- સ્માર્ટફોન પર 10 હજાર સુધીનું કેશબેક અને 17હજાર રૂપિયા સુધીનો એક્સચેન્જ બેનિફિટ પણ મળી થયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2o5vdYA
No comments:
Post a Comment