Thursday, 3 October 2019

વોટ્સએપમાં ડિસઅપિઅરિંગ ફીચર ઉમેરવામાં આવશે, નિશ્ચિત સમય પછી આપમેળે મેસેજ ડિલીટ કરી શકાશે

ગેજેટ ડેસ્કઃ ઈન્સ્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના નવા ડિસઅપિઅરિંગ ફીચરને રોલઆઉટ કરવાની તૈયારીમાં છે. આ ફીચર પોસ્ટ કે મેસેજને એક સિમિત સમય પછી આપમેળે ડિલીટ કરે છે. વોટ્સએપ હાલ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચરને એન્ડ્રોઇડના બીટા વર્ઝન v2.19.275 માં લોન્ચ કરવામાં આવશે.

‘WABetaInfo’ની રિપોર્ટ અનુસાર વોટ્સએપ નવા ફીચર ડિસઅપિઅરિંગ મેસેજ પર કામ કરી રહી છે. આ ફીચરની મદથી જે પણ મેસેજ કે પછી ચેટને ને ડિસઅપિઅરિંગ માટે સિલેક્ટ કરવામાં આવશે તે નિયત સમય પછી જ આપમેળે ડિલીટ થઈ જશે.‘WABetaInfo’એ ટ્વિટ કરીને માહિતી શેર કરી છે.

આ ફીચર હાઈલી એન્ક્રિપ્ટેડ ચેટ પ્લેટફોર્મ ટેલિગ્રામનું એક પ્રમુખ ફીચર છે. આ ફીચર સંવેનશીલ માહિતી શેર કરતા યુઝર માટે ઉપયોગી સાબિત થશે.

આ રિપોર્ટ મુજબ નવા ફીચરમાં રિસીવર એક ચોક્કસ સમયસીમાં સુધી ડિલીટ રિકવેસ્ટ ન કરે ત્યાં સુધી જૂના સેન્ટ કરેલાં મેસેજને યુઝર 13 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડ સુધી ડિલીટ નહીં કરી શકે. આ લિમિટ પહેલાં 7 મિનિટ ની હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Disappearing feature will be added to WhatsApp, message can be deleted automatically after specified time


from Divya Bhaskar https://ift.tt/2o6ih4J

No comments:

Post a Comment