Thursday, 3 October 2019

માઈક્રોસોફ્ટે પોતાનો ફોલ્ડેબલ સ્ક્રીનવાળો ‘સરફેસ ડુઓ’ સ્માર્ટફોન લોન્ચ કર્યો, ફોનની સ્ક્રીન 360 ડિગ્રી રોટેટ થશે

ગેજેટ ડેસ્કઃ માઇક્રોસોફ્ટે બુધવારે કેલિફોર્નિયામાં લેપટોપ લોન્ચિંગ ઇવેન્ટમાં 2 સ્ક્રીનવાળો ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘સરફેસ ડુઓ’ લોન્ચ કર્યો છે. આ ફોન ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનનું વેચાણ આગામી વર્ષથી શરૂ કરવામાં આવશે. આ ફોનને પોકેટમાં પણ રાખી શકાય છે.

આ ફોનમાં થિન 5.6 ઇંચની 2 સ્ક્રીન આપવામાં આવી છે. ફોનને અનફોલ્ડ કરવાથી ડિસ્પ્લે સાઈઝ 8.3 ઇંચની થાય છે.

માઈક્રોસોફ્ટના આ નવા ડિવાઇસમાં ગૂગલ પ્લે સ્ટોરથી એપ્સ ડાઉનડલોડ કરી શકાશે. આ ફોનમાં બન્ને સ્ક્રીન હિંજની મદદથી એકબીજા સાથે જોડાયેલી છે. તેનાથી ફોનના સેન્ટરમાં ગેપ જોવા મળે છે.

ફોનની સેકન્ડ સ્ક્રીનને ટાઈપિંગ અને ગેમિંગ કન્ટ્રોલ માટે ઉપયોગમાં લઇ શકાશે. આ ફોનમાં ફિંગરપ્રિન્ટ રીડર અને USB ટાઈપ-સી પોર્ટ આપવામાં આવશે.

આ ફોન વિશે કંપનીએ વધુ સ્પેસિફિકેશન જાહેર કર્યા નથી. જોકે તેની સ્ક્રીન 360 ડિગ્રી ફોલ્ડ થવાથી ફોનને ફોલ્ડ કરીને અનેક રીતે ઉપયોગમાં લઇ શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Microsoft Launches Its Foldable Screened 'Surface Duo' Smartphone, Phone Screen Will Rotate 360 Degrees


from Divya Bhaskar https://ift.tt/2pD9szP

No comments:

Post a Comment