ગેજેટ ડેસ્ક: ગોપ્રો(GoPro)કંપનીએ બુધવારે ભારતના માર્કેટમાં બે નવા એક્શન કેમેરા લોન્ચ કર્યા છે. તેમાં હીરો 8 બ્લેક અને ગોપ્રો એક્શન કેમેરા સામેલ છે. હીરો 8 બ્લેકને હીરો 7 બ્લેકના અપગ્રેડ વર્ઝનની રીતે લોન્ચ કર્યો છે, જ્યારે ગો પ્રો મેક્સને ગોપ્રો ફયુઝનમાં અપગ્રેડ વેરિઅન્ટ તરીકે લોન્ચ કર્યો છે. હીરો 8 બ્લેકની કિંમત 36,500 રૂપિયા અને ગોપ્રો મેક્સનીકિંમત 40 હજાર રૂપિયા છે.
હીરો 8 બ્લેક કેમેરા
આ કેમેરામાં નવી ફ્રેમલેસ ડિઝાઇન જોવા મળશે. તેની કિંમત 36,500 રૂપિયા છે. ભારતમાં આ કેમેરાનું વેચાણ 20 ઓક્ટોબરથી શરુ થશે. તેના મોડ્સનું પ્રિબુકીંગ ડિસેમ્બરથી શરુ થશે. તેમાં લાઈટ મોડ(3540 રૂપિયા), ડિસ્પ્લે મોડ(5480 રૂપિયા) અને મીડિયા મોડ(5680 રૂપિયા) સામેલ છે.
હીરો 8માં સારા ઓડિયો માટે ફ્રન્ટ ડેસિંગ માઈક્રોફોન છે. તેની જમણી બાજુ માઈક્રો એસડી કાર્ડ સ્લોટ, બેટરી અને યુએસબી ટાઈપ-સી પોર્ટ છે. કેમેરાને પ્રોફેશનલ બ્લોગીંગ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. એલઈડી લાઈટ માટે બે ફોલ્ડ શૂ માઉન્ટ આપ્યા છે.
ડિસ્પ્લે મોડમાં 1.9 ઇંચની એક્સ્ટર્નલ ફોલ્ડેબલ સ્ક્રીન મળે છે અને લાઈટ મોડની મદદથી કેમેરાનો ઉપયોગ 10 મીટર ઊંડા પાણીમાં પણ કરી શકાય છે.
ગોપ્રો મેક્સ કેમેરા
કંપનીએ બીજો કેમેરા ગ્રોપ્રો મેક્સ પણ લોન્ચ કર્યો છે. હીરો 8 બ્લેકની જેમ આમાં પણ ફોલ્ડેબલ માઉન્ટીંગ ફાઇન્ડર્સ, 360 ડિગ્રી વીડિયો અને ફોટોગ્રાફી માટે ડ્યુઅલ લેન્સ અને 6 માઇક્રોફોન્સ આપ્યા છે, જેનાથી 360 ડિગ્રી ઓડિયો કેપ્ચર કરી શકાશે.
ફયુઝન મોડલની જેમ ગોપ્રો મેક્સમાં પણ એક સમયે એક જ લેન્સ જોવા મળશે. ગોપ્રો મેક્સની કિંમત 47 હજાર રૂપિયા છે. આ કેમેરાનો પ્રથમ સેલ 24 ઓક્ટોબરથી શરુ થશે. કેમરાનેયુઝર 5 મીટર ઊંડા પાણીમાં પણ વાપરી શકે છે. તેમાં એચડી રેકોર્ડિંગ પણ કરી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oqLPKq
No comments:
Post a Comment