Wednesday, 2 October 2019

ટ્વિટર અને ટ્વીટડેક એપ ભારત સહિત દુનિયાભરના અમુક દેશમાં કાલ રાતથી ડાઉન છે

ગેજેટ ડેસ્ક: ટ્વિટર અને તેની ડેશબોર્ડ મેનેજમેન્ટ એપ ટ્વીટડેક ભારત સહિત દુનિયાભરના ઘણા દેશોમાં ગઈ કામ રાતથી ડાઉન છે. મંગળવારે રાત્રે 8 વાગ્યાથી ટ્વીટડેક ઘણા દેશમાં કામ કરી રહ્યું નહોતું. યુઝર્સને ટ્વીટ જોવાની અને લોગ ઈન કરવામાં મુશ્કેલી આવી રહી હતી જે હજુ પણ આવે છે.

કેલિફોર્નિયા, જાપાન અને ઇંગ્લેન્ડના હજારો યુઝર્સ ટ્વિટરમાં લોગ ઈન કરી શકતા નહોતા. ટ્વીટડેક યુરોપ, નોર્થ અને સાઉથ અમેરિકા અને એશિયાના અમુક દેશમાં કામ કરતું નહોતું.

કંપનીએ આ મામલે મંગળવારે ટ્વીટ પણ કર્યું કે, હાલ ટ્વિટરમાં અમુક પ્રોબ્લેમ આવી ગયા છે, જેને કારણે યુઝર્સ તકલીફમાં મુકાયા છે. આ પ્રોબ્લેમને જલ્દી ફિક્સ કરીને અમે તમને નવી અપડેટ આપતા રહીશું.

ત્યારબાદ કંપનીએ બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું કે , હાલ ટ્વિટર અને ટ્વીટડેક બંનેની સર્વિસ બંધ છે. તમને ટ્વીટ કરવામાં, નોટિફિકેશન મેળવવામાં અને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં તકલીફ આવી રહી હશે અમે હાલ આ પ્રોબ્લેમને સોલ્વ કરવા પર કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં બધી પરિસ્થતિ નોર્મલ થઈ જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twitter Experiences Global Outage


from Divya Bhaskar https://ift.tt/2mWCwBu

No comments:

Post a Comment