ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલએ ‘નોકિયા 110’ (2019) ફોન લોન્ચ કર્યો છે. તેની કિંમત 1599 રૂપિયા છે. આ ફોનનાં બ્લેક, બ્લૂ અને પિંક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની ખરીદી 18 ઓક્ટોબરથી ઓફિશિયલ વેબસાઈટ અને રિટેલ સ્ટોરથી કરી શકાશે. કંપનીએ આ ફોનને એન્ટરટેઇન્મેન્ટ ડિવાઇસ બનાવ્યું છે. આ ફોનમાં MP3 સોન્ગ સ્ટોર અને FM રેડિયો આપવામાં આવ્યો છે
નોકિયા 110 (2019)નાં બેઝિક સ્પેસિફિકેશન
- ફોનમાં 1.77 ઇંચ QQVGAની ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેની રિઝોલ્યુશન 120X 160 પિક્સલ છે. ફોનમાં SPRD 6531E પ્રોસેસર, 4MB રેમ અને 4MB ઓન બોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોનમાં નોકિયા સિરીઝ 30+ સોફ્ટવેર આપવામાં આવ્યું છે. આ ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ ફોનમાં 32GBનું SD કાર્ડ લગાવી શકાય છે.
- આ ફોનમાં નોકિયાની પોપ્યુલર સ્નેક ગેમ સાથે એર સ્ટ્રાઇક, ફુલબોલ કપ અને ડૂડલ જમ્પ જેવી ગેમ્સ આપવામાં આવી છે.
- ફોનમાં 800mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ફોન 18.5 દિવસનું સ્ટેન્ડબાય બેકઅપ આપે છે. સાથે જ 14 કલાકનું ટોકટાઈમ, 27 કલાકનું MP3 પ્લેબેક અને 18 કલાકનું FM રેડિયો પ્લેબેક આપવામાં આવ્યું છે. આ ફોનમાં રિઅર કેમેરા પણ આપવામાં આવ્યો છે અને ફોનનાં ટોપ પર LED ટોર્ચ લાઈટ આપવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32sNoGC
No comments:
Post a Comment