Friday, 18 October 2019

રિઅલમી ઇન્ડિયાના સીઈઓ માધવ શેઠે કહ્યું-90 દિવસમાં 70 લાખ ફેન જોડાયા

ગેજેટ ડેસ્ક: રિઅલમી ઇન્ડિયાના સીઈઓ માધવ શેઠે હાલમાં ટ્વીટ કર્યું છે કે, વર્લ્ડ લેવલે રિઅલમીના 1.7 કરોડ યુઝર્સ થઈ ગયા છે. છેલ્લા 90 દિવસમાં કુલ 70 લાખ યુઝર્સ રિઅલમી કંપની સાથે જોડાયા છે. ઓપોની સબબ્રાન્ડ રિઅલમીએ ગયા વર્ષે મે મહિનામાં Realme 1 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. જે પછી કંપનીએ ભારત અને ચીનમાં Realme 2, Realme 2 Pro, Realme C1 અને Realme U1 સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા.

માધવ શેઠે ટ્વીટ કરીને જણાવ્યું કે, છેલ્લા 90 દિવસમાં રિઅલમી સાથે 70 લાખ લોકો જોડાયા છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે કંપનીના દુનિયાભરમાં 1.7 કરોડ એક્ટિવ યુઝર્સ છે. જો કે, તેમણે ભારતમાં કંપનીના કેટલા એક્ટિવ યુઝર્સ છે તેના વિશે કોઈ માહિતી આપી નહોતી.

ઉલ્લેખનીય છે કે, રિઅલમી ભારતની ટોપ 5 સ્માર્ટફોન બ્રાન્ડમાની એક છે. મીડ રેન્જ સ્માર્ટફોન માર્કેટ સેગ્મેન્ટમાં પોતાની છાપ બનાવવા માટે કંપનીએ અત્યાર સુધી ભારતમાં Realme X અને Realme XT લોન્ચ થઈ ચૂક્યો છે. તો બીજી તરફ રિઅલમી કંપની આવતા મહિને Redmi K20 Pro અને OnePlus 7Tને ટક્કર આપવા માટે રિઅલમી એક્સ2 પ્રોને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realm India CEO Madhav Sheth said - 70 lakh fans joined in 90 days


from Divya Bhaskar https://ift.tt/2qqv1UP

No comments:

Post a Comment