ગેજેટ ડેસ્ક. અમેરિકાની ટેક કંપની ગૂગલ ટૂંક સમયમાં જ પિક્સલ સીરીઝ હેઠળ પિક્સલ 4 (Pixel 4) અને એક્સએલ (Pixel 4 XL)ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 15 ઓક્ટોબરે ગૂગલ સત્તાવાર રીતે પિક્સલ 4 અને 4 XL લોન્ચ કરશે.
પિક્સલ 3માં નાઈટ સાઈડ મોડથી ઓછામાં ઓછા પ્રકાશમાં સારી તસવીર લઈ શકાય છે. પરંતુ વનપ્લસ 7 પ્રો, એપલના નવા ફોનમાં પણ નાઈટ મોડ છે. ગૂગલે પિક્સલ 4માં નાઈટ સાઈટ અપગ્રેડ આપવું પડશે. આમ તો મલ્ટિપલ રિઅર કેમેરા આપવામાં આવી રહ્યા છે.
ઓછી લાઈટમાં વીડિયો રેકોર્ડિંગની સ્થિતિમાં પિક્સલ 3ના ફોકસમાં થોડી ખામી આવી જાય છે. સ્લો મોશન રેકોર્ડિંગમાં પણ તે 720P પર ફિલ્મ કરે છે અને 30 ફ્રેમ પ્રતિ સેકન્ડ પર 4k વીડિયો રેકોર્ડ કરે છે. આઈફોન તેનાથી આગળ નીકળી ગયો છે. તે 60 ફ્રેમ પ્રતિ સેકન્ડ પર વીડિયો રેકોર્ડ કરે છે અને 1080 પિક્સલના ફુલ હાઈ ડેફિનેશનવાળો શાર્પ વીડિયો આપે છે.
ગૂગલે પિક્સલ 4ના પ્રોમોમાં ફેસ આઈડીની વાત કરી છે. તેની ક્ષમતાનો ખુલાસો નથી કરવામાં આવ્યો પરંતુ એપલના ફેસ આઈડી સાથે સરખામણી છે તેથી આ ફીચર વધારે પ્રાઈવેટ અને સિક્યોર કરવું પડશે.
પિક્સલ 4ની સાથે કંપની નવા કલર વેરિઅન્ટ પણ લાવવાની તૈયારીમાં છે. તેમાં બેબી પિંક, સ્કાય બ્લૂ, રિઅલી યલો, સ્લાઈટલી ગ્રીન, જસ્ટ બ્લેક, ઓહ સો ઓરેન્જ સામેલ છે. આ અલગ કલર વેરિઅન્ટનાં નામ પહેલાંથી જ ગૂગલ કરતી આવી છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર, પિક્સલ 4 સિરીઝ ચાર કલર વેરિઅન્ટમાં આવી શકે છે.
ફેસ અનલોક અને મોશન સેન્સર
આ સ્માર્ટફોનમાં મોશન સેન્સર આપવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, Soli Radar Chip લગાવવામાં આવી છે. તે Apple Face IDની જેમ તેમાં ફેસ અનલોકનું કામ કરશે એટલે કે ફ્રન્ટ કેમેરા બેઝ નહીં હોય. મોશન સેન્સર હેઠળ ફોનની આગળ હેન્ડ વેવ કરીને તમે ટાસ્ક પરફોર્મ કરી શકો છો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31aBSOT
No comments:
Post a Comment