ગેજેટ ડેસ્ક. ‘વનપ્લસ 7T Pro’નું શનિવારથી વેચાણ શરૂ થઈ ગયું છે. એમેઝોન પર આજે પ્રાઈમ મેમ્બર્સ માટે ‘ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ’ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ જ સેલમાં ગ્રાહક વનપ્લસ 7T પ્રો ખરીદી શકે છે. ભારતમાં વનપ્લસ 7T પ્રોની કિંમત 53,999 રૂપિયા રાખવામાં આવી છે.આ ફોનની ખરીદી પર ઓફર્સ પણ આપવામાં આવી રહી છે તેથી ગ્રાહકોને આ ફોન સસ્તામાં મળી શકશે.
ઓફર્સની વાત કરીએ તો વનપ્લસ 7T પ્રો પર 3,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર HDFC કાર્ડ પર ઉપલબ્ધ છે. તે ઉપરાંત ICICI બેંકના કાર્ડ પર 1,750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે 6 મહિના સુધી no-cost EMI ઓપ્શન પણ ઉલપબ્ધ છે. તે ઉપરાંત જો ગ્રાહક Amazon Payથી પેમેન્ટ કરે છે તો તેમને 3,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
ફોનમાં 6.67 ઈંચની QHD+ ફૂલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર પર કામ કરે છે, જે પહેલાં કરતાં વધુ ફાસ્ટ છે. તે ઉપરાંત તેમાં એન્ડ્રોઈડ 10 પર આધારિત ‘OxygenOS’ પણ આપવામાં આવી છે, જેથી વનપ્લસનો આ ફોન બીજા એન્ડ્રોઈડ ફોનથીઅલગ દેખાય છે.
48 મેગાપિક્સલનો કેમેરા
ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં રિઅરમાં ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે અને ફ્રંટમાં પોપ-અપ સેલ્ફી કેમેરા છે. પોપ કેમેરા 16 મેગાપિક્સલનો છે.રિઅરમાં 7P lens structure સાથે Sony 48 મેગાપિક્સલનું IMX586 સેન્સર આપવામાં આવ્યું છે. સેકન્ડરી કેમેરા તરીકે 16મેગાપિક્સલનો અલ્ટ્રાઈડ એંગલ લેન્સ છે અને ત્રીજો કેમેરા 3x optical zoomવાળો 8 મેગાપિક્સલનો છે.
વનપ્લસ 7T પ્રોમાં 8GB રેમ અને 256GBની ઈન્ટર્નલ સટોરેજ આપવામાં આવી છે. પાવર માટે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ છે. આ ફોન Warp Charge 30T ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MxZlnW
No comments:
Post a Comment