ગેજેટ ડેસ્ક: શાઓમીની હુઆમી બ્રાન્ડે શુક્રવારે ભારતના માર્કેટમાં પોતાની લેટેસ્ટ સ્માર્ટવોચ અમેઝફિટ જીટીએસ લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચની કિંમત 9,999 રૂપિયા છે. હાલ તો આ વોચ માત્ર બ્લેક કલરમાં જ ઉપલબ્ધ છે, પણ ટૂંક સમયમાં તેમાં સ્ટીલ બ્લૂ, લાવા ગ્રે અને રોઝ પિન્ક કલર પણ આવી જશે. આ સ્માર્ટવોચ ઘણા ફીચરથી લેસ છે. તેમાં 14 દિવસની બેટરો લાઈફ મળશે. વોચમાં 1.65 ઇંચની 348x442 પિક્સલ રિઝોલ્યુશનવળી એમોલ્ડ કર્વ્ડ ડિસ્પ્લે પણ મળશે. આ સ્માર્ટવોચનું વેચાણ 13 ઓક્ટોબર એટલે કે આજથી શરુ થઈ ગયું છે.
હુઆમી અમેઝફિટ GTSની બોડી મેટલ પોલિમરથી બનેલી છે. તેમાં આરામથી અલગ થઈ જાય તેવો 20 એમએમનો સિલિકોન બેલ્ટ પણ છે. આ વોચ 5 એટીએમ વોટર રેઝિસ્ટન્ટની સાથે જી પીએસ અને GLONASS ડ્યુઅલ પોઝિશનિંગ, બ્લૂટુથ 5.0 અને 24 કલાક હાર્ટ રેટ મોનિટરિંગ ફીચરથી લેસ છે.
તેમાં ઘણા એડવાન્સ્ડ સેન્સર છે. આ ઉપરાંત તે 12 પ્રકારના સ્પોર્ટ્સ મોડ જેવા કે આઉટડોર રનિંગ, ટ્રેડમિલ, વોકિંગ, આઉટડોર-ઈનડોર સાઈકલિંગ, પૂલ/વોટર સ્વિમિંગ, માઉન્ટરિંગ ટ્રેલ રનિંગ,અને એક્સરસાઇઝને ટ્રેક કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oqQCff
No comments:
Post a Comment