
ગેજેટ ડેસ્ક: એપલ કંપનીએ નવા વાયરલેસ એરપોડ્સ પ્રો લોન્ચ કર્યા છે. આ એરપોડ્સ આની પહેલાંના વેરિએન્ટ કરતાં વધારે પાવરફુલ છે.ભારતમાં તેની કિંમત 24,900 રૂપિયા છે. આ એરપોડ્સનું વેચાણ સૌપ્રથમ અમેરિકામાં કરવામાં આવશે. તેમાં ઓડિયોને લઈને જોરદાર ફીચર્સ આપ્યા છે. યુઝર આ એરપોડ્સને આઈફોન 8 અને તેની ઉપરના દરેક મોડલ પર વાપરી શકશે. તેવી જ રીતે 7th જનરેશન આઇપેડ અને આઇપેડની સાથે પણ તેને પેર કરી શકશે.
એપલ એરપોડ્સ પ્રોનાં સ્પેસિફિકેશન
આ એરપોડ્સને ઈન-ઈયર ડિઝાઇન આપી છે. તેમાં નોઇસ કેન્સલેશન અને ટ્રાન્સપરેન્સી મોડ આપ્યો છે. એટલે કે યુઝર આ ફીચરની મદદથી બહારથી આવતા અવાજને સાંભળી શકશે. જૂના વેરિએન્ટની જેમ આ એરપોડ્સ પણ વ્હાઇટ કલરમાં આવશે. તેની સાથે લાર્જ, મીડીયમ અને સ્મોલ સાઈઝના ત્રણ સિલિકોન ટિપ મળશે. એટલે કે યુઝર કાન પ્રમાણે એરપોડ્સને સેટ કરી શકશે. આ એરપોડ્સ વોટર રેઝિસ્ટન્સ છે.
ચાર્જિંગની વાત કરીએ તો તેને સિંગલ ચાર્જ પર તે 24 કલાકનું બેકઅપ આપે છે. 5 મિનિટના ચાર્જ પર યુઝર 1 કલાક સુધી સોન્ગ સાંભળી અને વાત કરી શકે છે. એરપોડ્સમાં સીરીનું એક્સેસ પણ આપ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/334TZaQ
No comments:
Post a Comment