
ગેજેટ ડેસ્ક: ચીનની સ્માર્ટફોન કંપની શાઓમીનું ફોકસ હવે કેમેરા તરફ વધારે વધી રહ્યું છે. થોડા દિવસ પહેલાં કંપનીએ પોતાની નોટ 8 સિરીઝ લોન્ચ કરી હતી. હાલ કામોની નોટ 10 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેનું પ્રો વર્ઝન થાઈલેન્ડમાં સર્ટિફાઈડ થયું છે. કંપનીએ તેનું ટીઝર પણ જાહેર કરી દીધું છે.
Introducing the world's FIRST 108MP Penta Camera. A new era of smartphone cameras begins now! #MiNote10 #DareToDiscover pic.twitter.com/XTWHK0BeVL
— Xiaomi #First108MPPentaCam (@Xiaomi) October 28, 2019
દુનિયાનો પ્રથમ પેન્ટા કેમેરાવાળો સ્માર્ટફોન
કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે. ટ્વીટ પ્રમાણે આ ફોનમાં 108 મેગાપિક્સલના પેન્ટા કેમેરા સેટઅપ આપ્યો છે. પેન્ટા કેમેરા એટલે કે 5 રિઅર કેમેરા ધરાવતો આ દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન હશે. ટ્વીટમાં 5 રિંગ દેખાઈ રહી છે, જે કેમેરા લેન્સને દર્શાવે છે.
Mi CC9 પ્રોમાં પણ મળશે 108 MP કેમેરા
શાઓમી 5 નવેમ્બરે Mi CC9 પ્રો લોન્ચ કરી શકે છે, આ ફોનમાં પણ 108 MP ISOCELL બ્રાઇટ HMX રિઅર કેમેરા આપ્યો છે. તેમાં કેમરા માટે વર્ટિકલ સેટઅપ છે, ફોટોગ્રાફીને વધારે સારી બનાવવા માટે તેમાં ડ્યુઅલ LED ફ્લેશ આપી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34nLJD5
No comments:
Post a Comment