ગેજેટ ડેસ્કઃ દેશનાં પ્રથમ ફોલ્ડેબલ 5G સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી ફોલ્ડની પ્રિ-બુકિંગ શુક્રવારથી શરૂ કરવામાં આવી છે. તેને સેમસંગ ઇન્ડિયા ઈ-શોપ અને ઓનલાઇન સ્ટોર પરથી બુક કારવાઈ શકાય છે. શુક્રવારે બુકીંગ શરૂ થતાં જ માત્ર 30 મિનિટમાં ફોનના તમામ 1600 યુનિટ્સ વેચાઈ ગયા હતા. આ સ્માર્ટફોનને કંપનીએ 1 ઓક્ટોબરે ભારતમાં લોન્ચ કર્યો હતો.
આ ફોનને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 12 GB રેમ અને 512 GB સ્ટોરેજવાળા સ્માર્ટફોનની કિંમત 1,64,999 રૂપિયા છે.
ગેલેક્સી ફોલ્ડ સાથે કેટલીક એક્સક્લૂસિવ કસ્ટમર કેર સુવિધાઓ પણ મળી રહી છે. તેમાં ‘વન-ઓન-વન એક્સેસ ટૂ સેમસંગ એક્સપર્ટ’, ‘24x7 હબ ઓનલાઇન’ અને ‘ઓવર ધ ફોન સપોર્ટ’ સામેલ છે.
‘ગેલેક્સી ફોલ્ડ’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે | 7.3 ઇંચ (પ્રાઈમરી), 4.6 ઇંચ (સેકન્ડરી) |
| રિઝોલ્યુશન | 1536x2152 પિક્સલ |
| પ્રોસેસર | 7nm ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 ઓક્ટા-કોર વિથ એડ્રિનો 640 gpu |
| ફ્રન્ટ કેમેરા | 10 MP |
| રિઅર કેમેર | 16 MP + 12 MP + 12 MP |
| રેમ | 12GB |
| સ્ટોરેજ | 512GB |
| OS | એન્ડ્રોઇડ પાઇ |
| બેટરી | 4,380mAh |
| વજન |
263 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31JYWoF
No comments:
Post a Comment