Sunday, 6 October 2019

સેમસંગે ‘ગેલેક્સી A20s’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો, શરૂઆતી કિંમત 11,999 રૂપિયા

ગેજેટ ડેસ્કઃ સેમસંગે તેની ‘A’ સિરીઝનો નવો સ્માર્ટફોન ‘ગેલેક્સી A20s’ ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન A20નું અપગ્રેડેડ વર્ઝન છે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં ડોલ્બિ એટમ્સ સરાઉન્ડ ટેક્નોલોજી આપવામાં આવી છે.

વેરિઅન્ટ અને કિંમત

3 GB રેમ + 32 GB સ્ટોરેજ 11,999 રૂપિયા
4 GB રેમ + 64 GB સ્ટોરેજ

13,999 રૂપિયા

આ ફોનના બ્લેક, બ્લૂ અને ગ્રીન કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનની ખરીદી સેમસંગ ઇન્ડિયા ઈ-શોપ, સેમસંગ ઓપેરા હાઉસ અને ઈ-કોમર્સ સાઈટ્સથી કરી શકાશે.

સેમસંગ ‘ગેલેક્સી A20s’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • ફોનમાં ડ્યુઅલ નેનો સિમ આપવામાં આવ્યા છે. આ ફોનમાં 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનમાં 6.5 ઇંચ HD+ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનનું રિઝોલ્યુશન 720x1560 પિક્સલ છે. આ ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 450 ઓક્ટા-કોર પ્રોસેસર સાથે 4GB રેમ આપવામાં આવી છે.
  • આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13 MPનો પ્રાઈમરી કેમેરા, 8 MPનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 5 MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 8 MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
  • ફોનમાં 64 GBની સ્ટોરેજ આપવામાં આવી છે. માઈક્રો SD કાર્ડથી સ્ટોરેજને 512 GBની એક્સટેન્ડ કરી શકાય છે. ફોનમાં VoLTE, વાઈફાઈ 802.11 b/g/n, બ્લુટૂથ v4.2, GPS/ A-GPS, USB ટાઈપ-સી અને 3.5mm હેડફોન જેક કનેક્ટિવિટી આપવવામાં આવી છે. ફોનમાં 4,000mAh અને 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગની બેટરી આપવામાં આવી છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung launches 'Galaxy A20s' smartphone in India, starting at Rs 11,999


from Divya Bhaskar https://ift.tt/30URlm9

No comments:

Post a Comment