Friday, 4 October 2019

હવે ગેમિંગની દુનિયા બદલાઈ જશે, ઈકોફ્રેન્ડલી સિસ્ટમ તૈયાર કરવામાં આવશે

ગેજેટ ડેસ્ક: વીડિયો ગેમ્સ ઇન્ડસ્ટ્રીએ નક્કી કર્યુ છે કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને હવે નવી પ્રોડક્ટ તૈયાર કરવી જોઈએ. તેની અસર ચાલુ વર્ષથી જોવા મળશે. તેનાથી પર્યાવરણ સાથે યુઝરને પણ ફાયદો થશે.

1. નવી જનરેશન પ્લેસ્ટેશનને આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે. તેમાં સોનીએ એનર્જી સેવિંગ ફીચર રાખવાનું નક્કી કર્યુ છે. તેનાથી સ્લીપમોડમાં તેને રાખવા તે વીજળીનો વપરાશ ઘટાડી દેશે. જો દસ લાખ લોકો આ ફીચરનો ઉપયોગ કરશે તો બીજા 1000 ઘરો માટે વીજળીની વ્યવસ્થા સરળતાથી થઈ શકશે.
2. ગૂગલ સ્ટેડિયા વર્ષના અંત સુધીમાં આ ટેક્નોલોજી લોન્ચ થશે. સ્ટેડિયામાં હેવી ડાઉનલોડ્સની જરૂર નહીં હોય. તેથી ગ્લોબલ વોર્મિંગ પર તેની વિપરિત અસર જોવા નહીં મળે.
3. નિન્ટેન્ડો કંપનીએ પણ નવી બ્રેન એજ ગેમ એનાઉન્સ કરી છે. શરૂઆતમાં તેને જાપાનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેને જાપાનમાં 27 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે.
4. માઈક્રોસોફ્ટ હવે ગેમર્સને માઈનક્રાફ્ટના માધ્યમથી એક સાર્થક પ્રયાસમાં જોડવાનો પ્રયત્ન કરી રહી છે અને ‘બિલ્ડ અ બેટર વર્લ્ડ’ ઝુંબેશ હેઠળ તેનાથી કાર્બન ન્યુટ્રેલિટીની પ્રાપ્ત કરી શકાશે.
5. વાઈલ્ડ વર્ક્સ પોતાની ગેમ્સમાં રિસ્ટોરેશન એલિમેન્ટ્સ સામેલ કરશે, જેનાથી જંગલ બચાવવાની દિશામાં ગેમર્સને જાગૃત કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Now the world of gaming will change, an eco-friendly system will be created


from Divya Bhaskar https://ift.tt/2IpWnRb

No comments:

Post a Comment