ગેજેટ ડેસ્ક: અનેક ભારતીયો ગૂગલ પિક્સલ 4 અને 4XL ફોન લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા હતા. આ ફોન કંપનીએ ગઈ કાલે એટલે એક 15 ઓક્ટોબરે ન્યૂ યોર્કમાં લોન્ચ કર્યો છે પણ આ ફોન ભારતમાં લોન્ચ નહીં થાય. ગૂગલે આ વાત પોતાના સોશિયલ સ્ટેટમેન્ટમાં કન્ફર્મ કરી છે કે, Pixel 4 ભારતમાં લોન્ચ નહીં થાય. લોન્ચ ન થવાનું કારણ રડાર સેન્સર છે. તેને ડેવલોપમેન્ટ દરમિયાન સોલી રડાર ચિપ નામ આપવામાં આવ્યું હતું, હાલ તેને મોશન સેન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ટેક્નોલોજીથી સ્માર્ટફોન એર ગેસચર્સને સપોર્ટ કરે છે. જેની મદદથી તમે માત્ર હાથ હલાવીને ઘણા ટાસ્ક પરફોર્મ કરી શકો છો.
ભારતમાં આટલી ફ્રિક્વન્સીની પરવાનગી નથી
કંપનીએ જણાવ્યું કે,આ આ ફોન તો નહીં પણ આવનારા પિક્સલ ડિવાઇસને ભારતમાં લોન્ચ કરીશું. આ રડાર સેન્સર 60Ghz સ્પેક્ટ્રમ પર કામ કરે છે, જેને ઓફિશિયલી રીતે ભારતમાં પરવાનગી નથી. સામાન્ય રીતે 60 હર્ટ્ઝની ફ્રિક્વન્સી માટે લાયસન્સ જરૂરી નથી, પણ આ ફ્રિક્વન્સી ભારતમાં નથી. આપણા દેશમાં 50 હર્ટ્ઝ ફ્રિક્વન્સીની જ પરવાનગી છે. ગૂગલ પિક્સલ 4માં આપેલ રડાર સેન્સર 60Ghz mmwWave ફ્રિક્વન્સી વાપરે છે.
પિક્સલ 4 ફોનની કિંમત 57 હજાર રૂપિયા
ગૂગલ પ્રમાણે આ મોશન સેન્સર ફીચર અમેરિકા, કેનેડા, સિંગાપોર, તાઇવાન અને કેટલાક યુરોપિયન દેશમાં કામ કરશે. ભારત સિવાય આ બધા દેશમાં પિક્સલ 4 અને પિક્સલ 4XL ફોન નું વેચાણ 24 ઓક્ટોબરથી શરુ થશે. પિક્સલ 4ની કિંમત 57 હજાર રૂપિયા અને પિક્સલ 4XLની કિંમત 64 હજાર રૂપિયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MiU707
No comments:
Post a Comment