ગેજેટ ડેસ્કઃ સેમસંગ ઇન્ડિયાએ 7 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી 7 દિવસ માટે ‘એનિવર્સરી સેલ’ શરૂ કર્યો છે. આ સેલમાં મોબાઈલ, ટીવી, ફ્રિજ, AC, વોશિંગ મશીન, માઇક્રોવેવ, ઓડિયો સિસ્ટમ અને એક્સેસરીઝ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં કેટલીક પ્રોડક્ટ્સ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ગેલેક્સી S9 સ્માર્ટફોન પર 50%નું ડિસ્કાઉન્ટ
આ ફોન પર કંપની 50%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોનનાં 64GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 62,000 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ પછી તેને 29,999 રૂપિયામાં ખરીદી શકાશે. 128GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત સેલમાં 49,900 રૂપિયા છે. આ સાથે જ 256GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 65,900 રૂપિયા છે, તેને સેલ દરમિયાન 53,900 રૂપિયામાં ખરીદી શકાશે.
4K UHD TV પર 49%નું ડિસ્કાઉન્ટ
સેમસંગ તેના 55 ઇંચનાં 4K UHD ટીવી પર 49%નું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ટીવીની કિંમત 1,33,900 રૂપિયા છે, આ સેલમાં તેને 84,990 રૂપિયામાં ખરીદી શકાશે.
11,990 રૂપિયામાં રેફ્રિજરેટર
એનિવર્સરી સેલમાં રેફ્રિજટેરરને 11,090 રૂપિયામાં ખરીદી શકાશે. સેલમાં કંપની રેફ્રિજરેટરનાં 25 મોડલનું વેચાણ કરી રહી છે. તેમાં સિંગલ અને ડબલ ડોર સહિત વિવિધ કેટેગરી સામેલ છે.
5200રૂપિયામાં માઇક્રોવેવ
આ સેલમાં માઇક્રોવેવ અને વોશિંગ મશીન પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. માઇક્રોવેવની શરૂઆતી કિંમત 5200 રૂપિયા છે. આ કિંમતમાં સેલમાં 23 લિટરની ક્ષમતાનું માઇક્રોવેવનું વેચાણ કરી રહી છે. 6.5 કિલો ક્ષમતાવાળા વોશિંગ મશીનની કિંમત 10,350 રૂપિયા છે.
આ સિવાય વૉચ અને સ્પીકર સહિતની અનેક વસ્તુઓ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mrt3Lj
No comments:
Post a Comment