Tuesday, 8 October 2019

ભારતનું પ્રથમ એલેક્સા બેઝ્ડ લેપટોપ hp ‘પેવેલિયન એક્સ 360’ લોન્ચ થયું, શરૂઆતી કિંમત 45,990 રૂપિયા

ગેજેટ ડેસ્કઃ ટેક કંપની hpએ ભારતમાં તેના બિલ્ટ ઈન એલેક્સા ફીચરવાળું પ્રથમ લેપટોપ ‘hp પેવેલિયન એક્સ 360’ લોન્ચ કર્યું છે. આ લેપટોપ ઇન્ટેલ કોર i3, i5 અને i7 કન્ફિગરેશનમાં ઉપલબ્ધ છે. તેની શરૂઆતી કિંમત 45,990 રૂપિયા છે. દેશભરનાં hp વર્લ્ડ સ્ટોર સહિત મલ્ટિ બ્રાન્ડ આઉટલેટ્સ અને hp ઓનલાઇન સ્ટોર પરથી તેની ખરીદી કરી શકાશે. કંપનીના જણાવ્યા અનુસાર આ ભારતનું પ્રથમ લેપટોપ છે જેમાં એલેક્સા ઈન બિલ્ટ આપવામાં આવ્યું છે. તેની મદદથી લેપટોપમાં કામ કરતી વખતે બોલીને કમાન્ડ આપીને સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ કન્ટ્રોલ કરી શકાય છે.

આ લેપટોપમાં 10th જનરેશન ઇન્ટેલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં ઇન્ટેલ ડાયનામિક ટયૂનિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે, જેની મદદથી તે કંપનીના અન્ય લેપટોપની સરખામણીએ સારું પફોર્મન્સ આપશે. લેપટોપમાં લાંબી બેટરી લાઈફ, અલ્ટ્રા ફાસ્ટ સ્પીડ આપવામાં આવી છે.

લેપટોપમાં બિલ્ટ ઈન એલેક્સાનું ફીચર આપવામાં આવ્યું છે, જે હેન્ડ્સ ફ્રી વોઇસ ઈન્ટરેક્શન સપોર્ટ કરે છે. તેની મદદથી યુઝર વોઇસ કમાન્ડ આપીને મ્યૂઝિક, ટાઇમર, અલાર્મ, કેલેન્ડર અને સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ કન્ટ્રોલ કરી શકશે. એલેક્સા લેપટોપના જ માઈક્રોફોન અને સ્પીકરનો ઉપયોગ કરે છે.

આ લેપટોપ અલ્ટ્રા થિન લેપટોપ છે. આ લેપટોપનો ટેબલેટ, રિવર્સ એન્ડ ટેન્ટ, ટૂ વર્ક, રાઈટ, વોચ એન્ડ પ્લે મોડમાં ઉપયોગ કરી શકાય છે. આ લેપટોપનું વજન 1.58 કિલોગ્રામ છે. લેપટોપમાં 14.3 ઇંચની માઈક્રો એજ બેઝલ અને ફુલ HD એલઇડી બેકલાઈટ ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે.

લેપટોપમાં 1TB HDD+256GB SSD અને 512GB PCIe SSD6 સ્ટોરેજના ઓપશન આપવામાં આવ્યા છે. તે સિવાય લેપટોપમાં ઓપ્શનલ ફિંગરપ્રિન્ટ રીડરની સુવિધા પણ આપવામાં આવી છે. હાઈ ગ્રાફિક્સ માટે લેપટોપમાં 512GB PCIe SSD6 જીપીયુ આપવામાં આવ્યું છે, જેની મદદથી મીડિયા એડિટિંગ, કેઝ્યુઅલ ગેમિંગ અને ઓગમેન્ટેડ રિયાલિટીનો અનુભવ કરી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India's first Alexa-based laptop hp 'Pavilion X360' launches, starting at Rs 45,990


from Divya Bhaskar https://ift.tt/30QPn64

No comments:

Post a Comment