ગેજેટ ડેસ્ક: ચીનની કંપની ઓનર ટૂંક સમયમાં સ્માર્ટ ટીવીના સેગમેન્ટમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. કંપની 14 ઓક્ટોબરે ભારતના માર્કેટમાં પોતાના સ્માર્ટ ટીવી વિઝનની સિરીઝ લોન્ચ કરશે. સિરીઝમાં ઓનર વિઝન સ્માર્ટ ટીવી અને ઓનર વિઝન પ્રો સ્માર્ટ ટીવી લોન્ચ કરશે. આ ટીવી ઓગસ્ટ મહિનામાં ચીનમાં લોન્ચ થઈ ચૂક્યા છે. કંપનીનું આ પ્રથમ પ્રોડક્ટ છે, જે હાર્મોની ઓએસથી લેસ છે. ટીવીની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, તેમાં સ્માર્ટફોનની જેમ યુઝરને પૉપ-અપ કેમેરા મળશે.
સ્પેસિફિકેશનને મામલે ઓનર વિઝન સ્માર્ટી ટીવી અને વિઝન પ્રો સ્માર્ટ ટીવી લગભગ સરખા જ છે. કંપનીના પ્રો મોડલમાં પૉપ-અપ સેલ્ફી કેમેરા, 6 ફાર ફિલ્ડ માઈક્રોફોન્સ, બે એક્સ્ટ્રા સ્પીકર ને ઓનબોર્ડ સ્ટોરેજ મળશે.
બંને ટીવીમાં 55 ઇંચ 4K(3840×2160 પિક્સલ રિઝોલ્યુશન) ડિપ્સલે મળશે. ટીવીમાં 178 ડિગ્રીનો વ્યૂ એન્ગલ મળશે.
ઓનરના બંને સ્માર્ટ ટીવીમાં Honghu 818 ક્વૉડ-કોર પ્રોસેસર અને 2 જીબી રેમ મળશે. તેમાં બ્લૂ-ટુથ 5.0, વાઇફાઇ 802.11, ત્રણ એચડીઆઈ પોર્ટ, એક યુએસબી 3.0 પોર્ટ આપેલ છે.
ઓનર વિઝન પ્રો વેરિએન્ટમાં 60 વૉટના 6 સ્પીકર છે અને ઓનર વિઝનમાં 10 વૉટના 4 સ્પીકર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2peMxuE
No comments:
Post a Comment