ગેજેટ ડેસ્ક: ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ અને એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ પૂરો થઇ ગયો છે. આ સેલ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ચાલ્યો હતો. બંને કંપનીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ રેકોર્ડ બ્રેક સેલિંગ કરી છે. રિસર્ચ પ્રમાણે, વર્ષ 2018 પ્રમાણેફ્લિપકાર્ટ ગ્રુપનું માર્કેટ શેર 38.3% અને એમેઝોન ઇન્ડિયાનો 31.2 ટકા હતો. બંનેને મળીને જોઈએ તો ઈ-સેલ્સમાં 70 ટકા માર્કેટ તેમનું છે. ફ્લિપકાર્ટનું કહેવું છે કે સેલ દરમિયાન દરેક ભારતીય ગ્રાહકોએ 8 હજાર કરોડ રૂપિયાની બચત કરી છે.
કંપનીની કહેવું છે કે, ફેસ્ટિવલ સેલ દરમિયાન સૌથી વધારે ફર્નિચરનું વેચાણ થયું છે. સેલના પ્રથમ દિવસે ગ્રોસરીનું ઓનલાઇન વેચાણ સારું રહ્યું હતું.
- દરેક સેકન્ડે 1 ટીવીનું વેચાણ થયું, આખા સેલ દરમિયાન આશરે 5,18,400 ટીવીનું વેચાણ થયું.
- દર મિનિટે 500 બ્યુટી પ્રોડક્ટનું વેચાણ થયું, એટલે કે સેલ દરમિયાન 43,20,000 બ્યુટી પ્રોડક્ટ્સ વેચાઈ.
- દર કલાકે 1.2 લાખ ફેશન પ્રોડક્ટ વેચાઈ,આ એટલેકે સેલમાં 17,280,000 ફેશન પ્રોડક્ટનું વેચાણ થયું.
- દર દિવસે 2.4 લાખ હેડફોનનું વેચાણ એટલે કે 14,40,000 હેડફોનનું વેચાણ થયું.
કુંભના મેળામાં જેટલા લોકો આવે છે તેના કરતાં 17 ગણા વધારે લોકોએ ફ્લિપકાર્ટ પર વિઝિટ કર્યું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oTBSVW
No comments:
Post a Comment