ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક્નોલોજી કંપની ‘શાઓમી’એ થોડા દિવસ પહેલાં ‘mi બેન્ડ 4’ લોન્ચ કર્યો છે. ચીનમાં આ બેન્ડને NFC અને માઈક્રોફોન સપોર્ટવાળા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે આ ટેક્નોલોજી વૈશ્વિક માર્કેટમાં લોન્ચ કરવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાઓમી NFC ફીચર સાથે ‘એમઆઈ બેન્ડ 5’ને ગ્લોબલી લોન્ચ કરશે. તેની મદદથી યુઝર ઝડપથી ડેટા શેર કરી શકે છે. તેનાથી યુઝર ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકે છે.
આ બેન્ડ તેના જૂના વર્ઝન કરતાં એડવાન્સ હશે. જોકે આ બેન્ડનાં સ્પેસિફિકેશન અને કિંમત વિશે કંપનીએ કોઈ માહિતી રિલીઝ કરી નથી.
‘mi બેન્ડ 4’નાં સ્પેસિફિકેશન
આ બેન્ડમાં 0.95 ઇંચની AMOLED ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 240x120 પિક્સલનું રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે.
આ બેન્ડ હાર્ટ રેટ મોનિટરિંગ અને સ્ટેપ કાઉન્ટ કરે છે. આ બેન્ડ સ્વિમિંગ સ્ટ્રોક્સ ટ્રેક કરી શકે છે. બેન્ડમાં 135 mAhની બેટરી આપવામાં આવી છે. તે સિંગલ ચાર્જિંગ પર 20 દિવસનું બેકઅપ આપે છે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MqlVii
No comments:
Post a Comment